બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Weather department forecast will still be rainy in Gujarat

હવામાન / ગુજરાતમાં હવામાન અંગે ભારે અપડેટ: 24 કલાક આ જિલ્લાઓ માટે કપરાં, જાણી લેજો આકરી આગાહી

Kishor

Last Updated: 09:11 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુને લઈને તંત્રના ચોપડે સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે. તેવામાં હજુ ૨૪ કલાક વરસાદી વાતાવરણ રહે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

  • રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે
  • 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે
  • અમદાવાદ ગાંધીનગરમાં  સામાન્ય વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

ચાલુ વર્ષે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થયા બાદ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવાયા અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ જોવા મળશે. જોકે આ દરમિયાન અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના નહિવત જોવા મળી રહી છે. અમુક વિસ્તારોને બાદ કરતા છૂટો છવાયો વરસાદ નોંધાઇ શકે છે. જોકે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે.


 ભાવનગર, અમેરેલીમાં વરસાદની આગાહીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીના જણાવાયા અનુસાર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. તો સુરત, ભરૂચ, વલસાડમાં પણ વરસાદની શકયતા સેવાઇ રહી છે. ઉપરાંત ભાવનગર, અમરેલીમાં પણ મેઘમહેરની  આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદ ગાંધીનગરમાં  સામાન્ય વરસાદ પડી શકે છે.આવતીકાલથી ભારે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી હોવાનું પણ જણાવ્યું હતું. જેથી હવે વરાપ નીકળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં હાલ સુધી 83 ટકા વરસાદ નોંધાયો

આ ઉપરાંત વારસદુ સ્થિતિને લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં હાલ સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનના વરસાદ કરતાં 20 ટકા વધુ વરસાદ પડી ચુક્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.નોંધનીય છે કે રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી કેટલાક જિલ્લાઓમાં ખેડુતોને નુકસાન પણ થયું છે. અતિવૃષ્ટિથી લીલા દુકાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આગોતરા વાવેતર નિષ્ફળ જાય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ