બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 12:58 PM, 14 May 2023
ADVERTISEMENT
તડકાથી આંખો અને સ્કિનનું રક્ષણ કરવા માટે આપણે અનેક ઉપાયો કરીએ છીએ. જેમ કે સનસ્ક્રીન લગાવવું, તડકાથી બચવા મોઢું ઢાંકવું કે આંખો પર સનગ્લાસ પહેરવા. પરંતુ શું તમે જાણો છો કે સનગ્લાસ આંખોનાં રક્ષણ સાથે તમારી સ્કિનને ભારે નુક્સાન પહોંચાડવાનું કામ કરે છે. એક્સપર્ટસ્ કહે છે કે આંખો પર પહેરાતાં સનગ્લાસ ચશ્માનાં લીધે આપણી સ્કિન કાળી પડી જાય છે. જાણો કઈ રીતે?
ADVERTISEMENT
આંખ મારફતે મગજ સુધી પહોંચે છે સંદેશો
એક એક્સપર્ટે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તડકો વધવા કે ઘટવા અંગેનો સંદેશો આપણી આંખ મારફતે મગજ સુધી પહોંચે છે. જો તડકો વધારે છે તો મગજ સ્કિનને મેસેજ આપે છે કે તેને લિટલ રેસેપ્ટર સાઈટ્સને બંધ કરવાનું છે. આવું થવાથી આપણી સ્કિન સનબર્ન થતી નથી.
પીનિયલ ગ્રંથિ પર ખરાબ અસર
દરેક વખતે ચશ્મા પહેરી રાખવાથી પીનિયલ ગ્રંથિ પર ખરાબ અસર થાય છે. તેનાથી મગજને મેસેજ પહોંચે છે કે વાદળો છવાયેલાં છે અને તેવામાં સ્કિન ડાર્ક થઈ જાય છે. એક્સપર્ટ અનુસાર પીનિયલ ગ્રંથિ પર અસર પડવાને લીધે તે મગજને સંદેશો આપે છે કે બહાર તડકો છે અથવા ગરમી છે. આવા સંજોગોમાં સ્કિન એક્સપોઝર માટે તૈયાર થઈ જાય છે અને આ સ્થિતિમાં વિટામિન D બને છે.
સ્ટ્રેસ અને ડિપ્રેશનનું પણ જોખમ
શું તમે જાણો છો કે સનગ્લાસનાં કારણે સ્ટ્રેસ, ઊંઘ ન આવવું કે પછી ડિપ્રેશન અનુભવવા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર જ્યારે આપણી આંખો નોર્મલ રીતે સનલાઈન ખેંચી નથી શકતી ત્યારે હોર્મોનલ બેલેન્સ બગડે છે. તેવામાં સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ પણ થવા લાગે છે. પ્રાકૃતિક રૂપે તડકો કે પ્રકાશ નથી મળતો ત્યારે આંખો પર તેની અસર થાય છે અને તેવામાં ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT