બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / weak Sun follow these easy remedies on Makar Sankranti there will be progress in life

સૂર્ય ઉપાય / તમારા જીવનમાં આ 5 ઘટના બની હોય તો માની લેજો કે સૂર્ય થઈ ગયો છે કમજોર, ઉત્તરાયણે કરી લેજો આસાન ઉપાય

Kishor

Last Updated: 11:50 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકરસંક્રાંતિના દિવસે જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો કરવા જોઈએ, જેનાથી સૂર્ય બળવાન બની શકે છે.

  • શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે?
  •  કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી થાય છે ફાયદો
  • સૂર્ય બળવાન બનાવવા આટલું કરો

ગ્રહોના રાજા સૂર્યની પૂજા માટે સમર્પિત મકરસંક્રાંતિનો દિવસ હવે નજીક આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની નબળાઈ હોય તો જીવનમાં પ્રગતિ થતી નથી. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માગે છે તેમની કુંડળીમાં સૂર્ય બળવાન હોવો જરૂરી છે. સૂર્ય જ્યોતિષમાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. જો તમારી કુંડળીમાં પણ સૂર્ય નબળો હોય તો 11 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના રોજ કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો કરવા જોઈએ. જેનાથી સૂર્ય બળવાન બને છે અને જીવનમાં અનેક લાભો મળે છે.

થોડા જ દિવસમાં સૂર્યની સાથે આ રાશિના જાતકો પર લાગશે 'ગ્રહણ', આવશે અનેક  અડચણો, બચવું હોય તો કરો આ ઉપાય surya grahan 2023 solar eclipse effects on  people of this zodiac sign

કુંડળીમાં સૂર્ય નબળો હોવાના સંકેત

  • જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેમને પ્રગતિ કરવામાં ખૂબ સમય લાગે છે. કાર્યસ્થળ પર ખોટા આરોપોનો સામનો કરવાનો તથા વ્યક્તિની અંદર અભિમાનનો વધારો અને. કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકતી નથી.
  • સૂર્યની નબળાઈના કારણે પિતાનો કે ગુરુનો કોઈ પણ કાર્યમાં સહયોગ મળતો નથી.
  • સૂર્યની નબળાઈને કારણે સોનું ખોવાઈ અથવા ચોરાઈ જવાનો ડર,અને ધનની ખોટ થાય છે. આવા વ્યક્તિને ક્યારેય નસીબ નથી મળતું.
  • આવા લોકોને પેટ અને આંખ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. તમારે શરીરમાં નબળાઈ, તાવ, હાર્ટ એટેક, ચામડીના રોગો, ઈજાઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ વ્યક્તિ આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ ગુમાવે છે.


સૂર્યને બળવાન બનાવવા માટે વ્યક્તિએ 3 થી 4 રત્તીનું માણેક ધારણ કરી સોના અથવા તાંબાની ધાતુમાં પહેરવું જોઈએ. તેને રવિવારે સૂર્યોદય સમયે પહેરવુ જોઈએ.

વધુમાં મકરસંક્રાંતિ પર मंत्र ऊँ आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यण्च। हिरण्य़येन सविता रथेन देवो याति भुवनानि पश्यन।। या सूर्य का बीज मंत्र ॐ घृणि: सूर्याय नम: या सूर्य का तांत्रिक मंत्र ॐ हृां हृीं हृौं स: सूर्याय नमના મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રોનો ઓછામાં ઓછો 28 હજાર વાર જાપ કરવો જોઈએ.

વધુમાં ઘઉં, તાંબુ, સોનું, ઘી, ગોળ, કેસર, લાલ ફૂલ, લાલ પરવાળા, લાલ ચંદન વગેરેનું મકરસંક્રાંતિના દિવસે દાન કરવું જોઈએ.

સૂર્યની શુભ અસરથી બચવા વ્રત કરવું જોઈએ અને સૂર્યદેવને લાલ રંગના ફૂલ ચઢાવવા જોઈએ. રવિવારના વ્રતની વાર્તા વાંચવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ