બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Weak laws: How serious is the government to prevent fake seeds? Who is responsible for the damage?

મહામંથન / કાયદા નબળા: નકલી બિયારણને રોકવા સરકાર કેટલી ગંભીર? તેનાથી થતાં નુકસાન માટે જવાબદાર કોણ?

Vishal Khamar

Last Updated: 09:28 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા દિવસથી નકલી બિયારણનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ અનઅધિકૃત રીતે બીટી કપાસ વેચાઈ રહ્યું છે. દિલીપ સંઘાણી જવાબ આપે છે કે કોંગ્રેસને નેનો યુરિયા અને નેનો DAP ઉપર જે કામ થઈ રહ્યું છે તે દેખાતુ નથી.

નકલી બિયારણ અને તેનાથી ખેડૂતને થતી નુકસાની કે તેની સાથે થતી છેતરપિંડી કોઈ નવી વાત નથી. સમયાંતરે આ મુદ્દો ઉઠતો જ રહે છે, આ મુદ્દાની ચર્ચા-વિચારણાં પણ થાય છે, સરકાર કાયદાની મર્યાદામાં રહીને પગલા પણ લે છે પરંતુ સરવાળે ખેડૂતની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવું ઓછું પ્રતિત થાય છે. ફરી એકવાર નકલી બિયારણનો મુદ્દો ઉઠ્યો જેની સામે હજુ સુધી તો વાર-પલટવારની જ સ્થિતિ છે. ખુદ ભાજપના જ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નકલી બિયારણના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યનું સમર્થન કર્યુ. ક્વોલિટી અને કંટ્રોલ ઉપર કામ કરવાની અને નકલી બિયારણ વેચતા વેપારીઓ ઉપર રેડ પડાવવાની સારી-સારી વાતો તો થઈ પણ કાગળ ઉપર અને વાસ્તવિક કામગીરી વચ્ચેની પાતળી ભેદરેખા ભૂસાય તે અત્યંત જરૂરી છે. સરકાર સહિત સૌ કોઈ જવાબદાર લોકોએ એ સમજવું પડશે કે જો ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા હશે તો શુદ્ધ બિયારણ અતિ મહત્વનો આધાર છે. 

  • નકલી બિયારણનો મુદ્દો સતત ઉઠી રહ્યો છે
  • રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નકલી બિયારણનો મુદ્દો ઉઠ્યો
  • જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યએ નકલી બિયારણનો મુદ્દો ઉઠાવ્યો હતો

નકલી બિયારણનો મુદ્દો સતત ઉઠી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નકલી બિયારણનો મુદ્દો ઉઠ્યો છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યએ નકલી બિયારણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધોરાજીના ભાજપના ધારાસભ્ય ડૉ.મહેન્દ્ર પાડલિયાએ નકલી બિયારણના મુદ્દે સમર્થન આપ્યું. નકલી બિયારણ મુદ્દે કાર્યવાહી થાય તેવી મહેન્દ્ર પાડલિયાએ માંગ કરી છે.  કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરિયાએ મુદ્દો ઉઠાવ્યો હતો. નકલી બિયારણનું મોટુ રેકેટ ચાલતું હોવાની વાત પણ સામે આવી છે.

  • નકલી બિયારણનો રાજ્યમાં લગભગ 400 કરોડનો ધંધો છે
  • વેપારીને 100 કરોડ જેટલો તો માત્ર નફો થાય છે
  • નકલી બિયારણ વેચતા પકડાય તો વેપારી 1 લાખ રૂપિયાનો દંડ ભરી દે છે

નકલી બિયારણ મુદ્દે કોંગ્રેસના આક્ષેપ શું છે?
નકલી બિયારણનો રાજ્યમાં લગભગ 400 કરોડનો ધંધો છે. વેપારીને 100 કરોડ જેટલો તો માત્ર નફો થાય છે. નકલી બિયારણ વેચતા પકડાય તો વેપારી 1 લાખ રૂપિયાનો દંડ ભરી દે છે. 100 કરોડનો નફો કરનાર 1 લાખ રૂપિયા આરામથી ભરી શકે છે. આવા કિસ્સામાં સજાની જોગવાઈ પણ પાંચ મહિનાની જ છે. રાજ્યમાં અનઅધિકૃત રીતે BT કપાસનું ઉત્પાદન થાય છે. અનઅધિકૃત BT કપાસના સેમ્પલ લેવાતા નથી. અનઅધિકૃત બિયારણ જ્યાં વેંચાય છે ત્યાં સેમ્પલ લેવાતા નથી. બિયારણના જીનેટીક ટેસ્ટ માટે ખેડૂત પાસે કોઈ વ્યવસ્થા નથી. ગુજરાતમાં બિયારણની તપાસ માટે કોઈ લેબ નથી. 

  • કોંગ્રેસની માનસિકતા નકારાત્મક થઈ ગઈ છે
  • IFFCOએ નેનો યુરિયા અને નેનો DAP ઉપર કામ કર્યું
  • 50 કિલોની બેગ સામે અડધા લીટરની નેનો યુરિયાની બોટલ તૈયાર થઈ

દિલીપ સંઘાણીએ શું કહ્યું?
કોંગ્રેસની માનસિકતા નકારાત્મક થઈ ગઈ છે. IFFCOએ નેનો યુરિયા અને નેનો DAP ઉપર કામ કર્યું. 50 કિલોની બેગ સામે અડધા લીટરની નેનો યુરિયાની બોટલ તૈયાર થઈ. નેનો યુરિયા સામાન્ય યુરિયાની સરખામણીએ 10% વધુ ઉત્પાદન આપે છે. નેનો યુરિયાની જેમ નેનો DAPની પણ શોધ કરવામાં આવી છે.  નેનો DAPની 500MLની બોટલ ખેડૂતને 600 રૂપિયામાં પડે છે.  નેનો યુરિયા અને નેનો DAPની શોધ કોંગ્રેસને દેખાતી નથી.

  • કપાસના ઘણાં અનઅધિકૃત બિયારણ બજારમાં મળી રહ્યા છે
  • કપાસના આ બિયારણ બાયોલોજીની દ્રષ્ટિએ એડવાન્સ હોય છે
  • સિક્કાની બીજી બાજુ એ છે કે આવા એડવાન્સ બિયારણને સરકારની મંજૂરી નથી 

કપાસના બિયારણ અને મુશ્કેલી
કપાસના ઘણાં અનઅધિકૃત બિયારણ બજારમાં મળી રહ્યા છે. કપાસના આ બિયારણ બાયોલોજીની દ્રષ્ટિએ એડવાન્સ હોય છે. સિક્કાની બીજી બાજુ એ છે કે આવા એડવાન્સ બિયારણને સરકારની મંજૂરી નથી. આવા સુધારેલા બિયારણથી કપાસમાં જીવાત આવતી નથી. કપાસને સુકારાનો રોગ પણ લાગુ પડતો નથી. બીજી તરફ આવા કપાસમાંથી તેલ પણ કાઢવામાં આવે છે. જો કે આવા તેલની માનવશરીરમાં શું અસર થાય તેની ટ્રાયલ થઈ નથી. આવા બિયારણ આરોગ્ય માટે હાનીકારક હોવાની પૂરી શક્યતા છે. 

  • BT કપાસ ખેડૂતને ખૂબ મોંઘુ પડે છે
  • BT કપાસને લઈને દાવો કરાયો હતો કે તેને જીવાત અસર કરતી નથી
  • થોડા જ વર્ષમાં જીવાત BT કપાસને અસર કરવા લાગી

BT કપાસ અને ખેડૂતની લાચારી
BT કપાસ ખેડૂતને ખૂબ મોંઘુ પડે છે. BT કપાસને લઈને દાવો કરાયો હતો કે તેને જીવાત અસર કરતી નથી. થોડા જ વર્ષમાં જીવાત BT કપાસને અસર કરવા લાગી છે.  BT કપાસનું ઉત્પાદન કરતી કંપનીએ પણ સ્વીકાર્યુ કે જીવાતે પ્રતિકારક શક્તિ મેળવી છે.  પાકની નુકસાની અટકાવવા લગભગ અબજો રૂપિયા જંતુનાશક પાછળ ખર્ચવા પડે છે. કાળા બજારી થાય ત્યારે BT કપાસનું પેકેટ 2 હજાર 500 રૂપિયા સુધી મળે છે. BT કપાસની ખેતી મોટેભાગે એવા ખેડૂત પાસે છે જેની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. BT કપાસથી ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ