બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / we will agitate special state status not given bihar said cm nitish kumar

અલ્ટીમેટમ / 'જો બિહારને વિશેષ દરજ્જો નહીં મળે તો...', ફરીવાર બિહારના CM નીતિશ કુમારે કેન્દ્ર સામે માંડ્યો મોરચો

Manisha Jogi

Last Updated: 03:14 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

  • બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેરાત
  • અનેક વર્ષોથી વિશેષ દરજ્જાની માંગ
  • ‘રાજ્ય આગળ વધે તે માટે વિશેષ દરજ્જાની જરૂર છે’

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. અનેક વર્ષોથી વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે. JDU નેતાએ જણાવ્યું છે કે, રાજ્ય આગળ વધે તે માટે વિશેષ દરજ્જાની જરૂર છે. 

નીતિશ કુમારે જણાવ્યું કે, જે લોકો માંગનું સમર્થન કરતા નથી, તેમને રાજ્યના વિકાસમાં કોઈ લેવાદેવા નથી. બિહાર વિધાન મંડળે તાજેતરમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં વંચિત જાતિઓ માટેનું આરક્ષણ 50 ટકાથી વધારીને 65 ટકા કરવા માટેના બિલને મંજૂરી આપી છે. જેથી જાતિ સર્વેક્ષણના આધાર પર કુલ 75 ટકા આરક્ષણ થઈ જશે. 

આર્થિક રૂપે નબળા વર્ગના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે. બિહાર જેવા ગરીબ રાજ્ય માટે તે માટે કરોડ રૂપિયા ખર્ચ થશે. જે માટે 5 વર્ષથી વધુ સમયમાં ખર્ચ કરવો પડશે. 

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી થશે તો અઢી વર્ષમાં તમામ લોકો સુધી લાભ પહોંચી શકશે. આ કારણોસર બિહારને તાત્કાલિક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદમાં શીતકાળ દરમિયાન આરક્ષણ સંબંઘિત 2 બિલ પસાર કરવામાં આવ્યા હતા. બંને બિલમાં અનુસૂચિત જાતિનો કોટા 16 ટકાથી વધારીને 20 ટકા, અનુસૂચિત જનજાતિનો કોટા 1 ટકાથી વધારીને 2 ટકા, અત્યંત પછાત જાતિનો કોટા 18 ટકાથી વધારીને 25 ટકા અને OBCનો કોટા 15 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. 

રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર પાસે તેમની સહમતિથી આ બિલ મોકલવામાં આવ્યું હતું. મને આશા છે કે, રાજ્યપાલ ટૂંક સમયમાં આ બિલ પર હસ્તાક્ષર કરશે. ત્યાર પછી સામાજિક, આર્થિક, શૈક્ષણિક રૂપે પછાત વર્ગના ઉત્થાન માટે લાગુ કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ