બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / We can certainly intervene if any constitutional violation is found: Supreme Court

ટિપ્પણી / '....તો દખલગીરી કરવામાં કોર્ટ પીછેહઠ નહીં કરે', જુઓ આર્ટિકલ 370 મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું

Priyakant

Last Updated: 09:17 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Supreme Court News: કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત ચાલી રહી છે સુનાવણી, ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું......

  • કલમ 370ને લઈ ફરી એકવાર મોટી અપડેટ
  • કલમ 370 નાબૂદ કરવામાં કોઈ બંધારણીય ઉલ્લંઘન થાય તો...
  • સુપ્રીમે કહ્યું .. તો કોર્ટને તેની સમીક્ષા કરવાનો અધિકાર 

સુપ્રીમ કોર્ટ કલમ 370 સમાચાર: કલમ 370ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમગ્ર મામલાની સુનાવણી કરી રહી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો કલમ 370 નાબૂદ કરવામાં કોઈ બંધારણીય ઉલ્લંઘન થાય છે, તો કોર્ટને તેની સમીક્ષા કરવાનો અધિકાર છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે કેન્દ્ર સરકારના વિવેકબુદ્ધિની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. સુનાવણી દરમિયાન CJIની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ગુરુવારે એક અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેને પૂછ્યું, "શું તમે કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયની શાણપણની સમીક્ષા કરવા કોર્ટને આમંત્રિત કરશો ? , શું તમે કહો છો કે કલમ 370ને ચાલુ રાખવો રાષ્ટ્રીય હિતમાં ન હોવાના સરકારના નિર્ણયના આધારે ફરીથી મૂલ્યાંકન કરવું જોઈએ ?

Topic | VTV Gujarati

આ તરફ વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, કેન્દ્ર સરકારનું પ્રતિ એફિડેવિટ વિરોધાભાસનું પોટલું છે. જે બાદમાં પીઠે કહ્યું કે, શું આપણે ખરેખર એ એફિડેવિટ પર કામ કરવાની જરૂર છે? આપણે બંધારણીય જોગવાઈનું અર્થઘટન કરવું પડશે, તે કેવી રીતે સુસંગત છે?  જે બાદમાં  વકીલ દુષ્યંત દવેએએ કહ્યું કે, રાષ્ટ્રપતિની કાર્યવાહી માટે કોઈ કારણ ઉપલબ્ધ નથી, ન તો એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1947 પછી જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર વચ્ચે કોઈ મુશ્કેલી ન હતી. કલમ 370 ચાલુ રાખવી જોઈએ. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન દવેએ દલીલ કરી હતી કે, રાષ્ટ્રપતિ પાસે કલમ 370 નાબૂદ કરવાની સત્તા નથી, માત્ર બંધારણ સભા (1957માં વિસર્જન) આવી સત્તાનો ઉપયોગ કરી શકે છે.

ચુકાદાને પડકારવા માટે શ્રેષ્ઠ વકીલોની નિમણૂક કરી: ઓમર અબ્દુલ્લા 
નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું કે, તેમની પાર્ટીએ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં શ્રેષ્ઠ વકીલોની નિમણૂક કરી છે. આ સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ન્યાયાધીશો તેમની દલીલો સાથે સહમત થશે. તેણે કહ્યું, 'અમે લડી રહ્યા છીએ અને અમે ન્યાયની આશા સાથે ત્યાં ગયા છીએ. અમે કોઈ કસર છોડી નથી, અમે શ્રેષ્ઠ વકીલોને રાખ્યા છે અને તેમની કામગીરીની સૌએ પ્રશંસા કરી છે. સુનાવણી ચાલી રહી છે અને અમને આશા છે કે, જજ અમારી દલીલો સાથે સહમત થશે. તે ચાલશે અને અમે રાહ જોઈ રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ