બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Warning Case You got iPhone 12 Pro Max prize scammer cheated out of 23 lakh rupees

નવસારી / ચેતવણીરૂપ કિસ્સોઃ 'તમને iphone 12 pro max ઇનામમાં લાગ્યો છે',  લોભામણી લાલચ આપી ભેજાબાજે ખંખેરી લીધા 23 લાખ રૂપિયા

Kishor

Last Updated: 11:15 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ યુગમાં ઓનલાઇન ખરીદીના વધતા જતા ક્રેઝ વચ્ચે ડિજિટલ ફ્રોડ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો નવસારીમાં સામે અવ્યો છે.

  • ભેજાબાજ શખ્સે સીએને 23 લાખનો ધુમ્બો માર્યો
  • 700 રૂપિયાના બુટ CA ને 23 લાખમાં પડ્યા
  • ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓમાં જાગૃતિ જરૂરી

ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. દિવસેને દિવસે ભેજાબાજ શખ્સો લોકોને અવનવા કિમીયા રચી લોકોને બાટલીમાં ઉતારી રહ્યા છે. ત્યારે નવસારીમાં ખળભળાટ મચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં ઓનલાઈન ફ્રોડ કરતા શખ્સે અભણને નહિ પરંતુ સીએને નાની મોટી રકમ નહિ પરંતુ 23 લાખનો ધુમ્બો મારી દેતા આ ઘટનાએ સમાન્ય લોકોને વિચારતા કરી દીધા છે.

iphone 12 pro maxના નામે છેતરપીંડી

આ અંગેની વિગત મુજબ નવસારી શહેરમાં રહેતા ધ્રુવીલ મહેશભાઈ ચોડવડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપનીમાં સુરતમાં નોકરી કરી રહ્યા છે. આ દરમિયાન ધ્રુવીલ પર ગત 28, મેના રોજ ગૌરવ મિશ્રા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમનું કહ્યું હતી કે હું માય ઈન્ડિયા હબ ડોટ કોમ નામથી કંપનીમાંથી બોલું છું અને આ કંપનીમાંથી પ્રોડક્ટ ખરીદી કરનારને લકી ડ્રો દ્વારા ઇનામ જીતવાની તક હોવાની લાલચ આપી હતી. જેને પગલે લોભમાં આવી ધ્રુવીલે 700 રૂપિયાના બુટ આ કંપનીમાંથી ખરીદ્યા હતા. ત્યારબાદ અન્ય નંબર પરથી ફોન પર જાણ કરાઇ હતી કે તેમને લક્કી વિજેતા છો અને તમને ડ્રો થકી iphone 12 pro max લાગ્યો છે. સાથે શરત મૂકીને એમ પણ જણાવ્યું કે આ માટે તમારે સંબંધિત ચાર્જ કંપનીમાં જમા કરાવવો પડશે. તેવું કહીને ભરમાવ્યો હતો. 

6 મહિનામાં 23.12 લાખની રકમ પધરાવી દીધી

જેને પગલે ધ્રુવીલે કટકે કટકે 6 મહિનામાં 23.12 લાખની રકમ પધરાવી દીધી હતી. જોકે બાદમાં તેને છેતરપીંડીનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના મિત્ર પોપટભાઈ માવાણી સાથે મળીને બને એ આ રૂપિયા ભર્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ કરતા  નવસારી ટાઉન પોલીસે આ સમગ્ર મામલે  આઈ.ટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસમાં આરંભી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ