બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Want to keep your stomach healthy then follow these health tips

Health Tips / જો તમે પણ પેટને હેલ્ધી રાખવા માંગતા હોવ તો અપનાવો આ હેલ્થ ટિપ્સ, પેટ છે તમામ રોગોનું મૂળ

Megha

Last Updated: 04:36 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે જલદી જલદી ચાવીને ખાઓ છો અથવા તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી તો તમારા પેટ પર તેની ખૂબ ખરાબ અસર પડી શકે છે

  • તમારું પેટ હેલ્ધી છે કે નહીં તે જાણો
  • પાચનતંત્રની હેલ્થ મોંથી શરૂ થઇને આંતરડા સુધી પહોંચે
  • પેટ અનહેલ્ધી છે તે કેટલાક સંકેતો પરથી ખબર પડી જશે

શું તમે જાણો છો કે તમારા પાચનનો આધાર તમારા ઊઠવા, બેસવા, વિચારવા, જમવા, જમવાનું ચાવવા, તમે ક્યાં બેસીને જમો છો એ બધી જ બાબતો પર નિર્ભર કરે છે. આ બધી બાબતો તમારી પાચનક્રિયાને પ્રભાવિત કરી શકે છે. પાચનતંત્રની હેલ્થ તમારા મોંથી શરૂ થઇને તમારા આંતરડા સુધી પહોંચે છે.

તમારા શરીરમાં જતા ભોજનનો એક-એક કોળિયો તમારા જઠરમાં જઈને તૂટી જાય છે. જો તમે જલદી જલદી ચાવીને ખાઓ છો અથવા તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી તો તમારા પેટ પર તેની ખૂબ ખરાબ અસર પડી શકે છે. તેના લીધે તમારા શરીરમાં પોષક તત્ત્વોનું અવશોષણ ઓછું થાય છે અને તમારા આંતરડા પર પણ તેની ખરાબ અસર પડે છે. તમારું પેટ અનહેલ્ધી છે તે તમને કેટલાક સંકેતો પરથી ખબર પડી જશે.

એસિડ રિફ્લક્સ
એસિડ રિફ્લક્સની સમસ્યાનો સામનો અનેક લોકોને કરવો પડે છે. આ ત્યારે થાય છે, જ્યારે તમારા પેટનો એસિડ તમારા મોંમાં પાછો આવે છે, જેના પરિણામ સ્વરૂપે તમને એસિડિટી થાય છે. તે ઇશારો કરે છે કે તમારું પેટ અને પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતાં નથી.

કબજિયાત
જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી. તેનો અર્થ એ છે કે તમે જે જમો છો તે તમારા પેટ માટે યોગ્ય નથી. કબજિયાત ખરાબ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, કેફીન અને સ્મોકિંગના લીધે થાય છે.

બ્લોટિંગ
આ બીજો સૌથી કોમન સંકેત છે. જો તમને પણ જમતી વખતે કે ત્યાર બાદ બ્લોટિંગ અને ગેસની સમસ્યા થાય છે તો સમજો તમારા પેટમાં કંઇક ગરબડ છે.

પેટમાં દુખાવો
આ દર્દ પાચનતંત્રના અલગ અલગ ભાગમાં થઇ શકે છે. અનહેલ્ધી ખોરાકના લીધે તે થઇ શકે છે. તે આંતરડાની પરતને નુકસાન પહોંચાડે છે. રોજ પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પેટ પર ખોટી અસર પડે છે. આ ઉપરાંત સ્ટ્રેસ લેવાથી કે સ્મોકિંગથી પણ પેટમાં દુખાવો થઇ શકે છે.

પેટને હેલ્ધી રાખવા અપનાવો આ ટિપ્સ
- જે પણ ખાઈ રહ્યા છો તે સમજી-વિચારીને ખાઓ. જમતી વખતે તમારું ધ્યાન ફક્ત જમવા પર રાખો. સારી રીતે ચાવીને ખાઓ.
- જો તમારું જમવાનું પેટમાં સારી રીતે ડાયજેસ્ટ થઈ જશે તો તમને તકલીફ નહીં થાય, પરંતુ તે માટે જરૂરી છે કે તમે સારી રીતે ચાવીને ખાઓ.
- પેટને હેલ્ધી રાખવા માટે ફાઇબર ફૂડનું સેવન કરો. ડાયટમાં ચોકરયુક્ત આટાસ, બદામ, બ્રોકલી, દાળ, સાબૂત અનાજ, ફાઇબરવાળાં ફ્રૂટ્સ, લીલાં શાકભાજીનું સેવન વધારો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ