બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Want to file ITR at home by yourself without paying CA So follow this step

તમારા કામનું / CA ને પૈસા આપ્યા વિના જાતે ઘરે બેઠા ITR ફાઈલ કરવા માંગો છો? તો ફોલો કરો આ સ્ટેપ

Megha

Last Updated: 04:32 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી જાતે જ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો. આ માટે તમારે કોઈ CAની જરૂર પડશે નહીં

  • ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક છે
  • છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ITR ભરવું જોઈએ
  • તમે તમારી જાતે જ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક છે. અસેસમેન્ટ 2023-24 એટલે કે નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્નની અંતિમ તારીખ 31 જુલાઈ, 2023 નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, તમારે છેલ્લી તારીખની રાહ જોયા વિના શક્ય તેટલી વહેલી તકે ITR ભરવું જોઈએ. જો સમયમર્યાદા પહેલા તમારું ITR ફાઇલ ન કરો તો એવી સ્થિતિમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી જાતે જ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો. આ માટે તમારે કોઈ CAની જરૂર પડશે નહીં અને કોઈપણ પ્રકારની સમસ્યાનો પણ સામનો કરવો પડશે નહીં. 

આ રીતે તમારું ITR ભરો
- આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે, પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લો 
- જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે. આ કિસ્સામાં તમારે લોગિન કરવું પડશે
- જો તમારી પાસે એકાઉન્ટ નથી તો રજીસ્ટરનો વિકલ્પ પસંદ કરો 
- જે બાદ હોમપેજ પર ઈ-ફાઈલનો વિકલ્પ પસંદ કરો 
- આ પછી  ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો પસંદ કરો
- જે બાદ મૂલ્યાંકન વર્ષ પસંદ કરવાનો વિકલ્પ દેખાશે
- ITR ઓનલાઈન ફાઈલ કરવા માટે તમારે પર્સનલ ઓપ્શન પર જવું પડશે
- એ બાદ તમારે સૌથી મહત્વપૂર્ણ યોગ્ય ફોર્મ પસંદ કરવું પડશે

જો તમે પગારદાર વર્ગમાંથી આવો છો તો 
- આ કિસ્સામાં ITR-1 ફોર્મ પસંદ કરવાનું રહેશે
- પગારદાર કરદાતાને પહેલાથી ભરેલું ફોર્મ મળશે
- અહીં તમે સેલરી સ્લિપ, ફોર્મ 16 અને AIS ના ડેટાને મર્જ કરી શકો છો
- રિટર્નનો દાવો કરતા પહેલા, તમારી બેંક વિગતો તપાસો કે તે સાચી છે કે નહીં
- તમામ જરૂરી વસ્તુઓની તપાસ કર્યા પછી, તમારે ITR સબમિટ કરવું પડશે
- આ પછી ITR ઇ-વેરિફાઇ કરો
- બેંક વિગતોની મદદથી આ સરળતાથી ઓનલાઈન કરી શકો છો
-આવકવેરા વિભાગ 3-4 અઠવાડિયામાં ITR પર પ્રોસેસ કરે છે
- એક્નોલેજમેન્ટ નંબરની મદદથી તમે સરળતાથી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ