ફ્રી વાઇ-ફાઇ સેવા થકી ક્યારેય ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા જોઈએ નહી
રૂપિયા એવી વસ્તુ છે જેની ગમે ત્યારે ગમે તે ઘડીએ જરૂર પડતી હોય છે. રાત્રિનો સમયગાળો હોય ઉપરાંત અમુક એવી જગ્યા હોય જ્યાં બેંકમાં જવું અશક્ય હોય ત્યારે તાત્કાલિક રૂપિયાની જરૂર પડે તો ? ત્યારે એટીએમ કાર્ડએ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. ડેબિટ કાર્ડ થકી તમે રૂપિયા ઉપાડી શકો છો અને હવે તો ઘણા પેમેન્ટ એવા હોય છે. હવે તો ડેબિટ કાર્ડ થકી જ તમેં ઓનલાઈન પણ કરી શકો છે. પરંતુ એ વાત સ્વીકારવી જ રહી કે ઓનલાઈનના જમાનામાં એટીએમ કે ડેબિટ કાર્ડ થકી પણ છેતરપિંડી થઈ રહી છે. ત્યારે તમારે છેતરપિંડી થી બચવા માટે વિશેષ ધ્યાન રાખવું પડે છે. તો આવો જાણીએ આ અંગે વિસ્તારથી!
આટલા નિયમોને આપનાવો
ડેબિટ કાર્ડ થકી થતી છેતરપિંડીથી બચવા માટે વેબસાઈટ કે કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ તમારે ડેબિટ કાર્ડની માહિતી ક્યારેય સેવ કરવી ન જોઈએ. આમ કરવાથી જ્યારે ઓનલાઇન વેબસાઈટ હેક થાય છે ત્યારે તમારું કાર્ડ અસુરક્ષિત બની જાય છે અને ફ્રોડ થવાની શક્યતાઓ વધી જાય છે. આથી કાર્ડની વિગત હંમેશા મેન્યુઅલી ભરવી જોઈએ.
એ વાતનું પણ હંમેશા ધ્યાન રાખવું રહ્યું કે પબ્લિક કે ફ્રી વાઇ-ફાઇ સેવા થકી ક્યારેય ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા જોઈએ નહીં! આવું કરવાથી તમને નુકસાન થઈ શકે છે. કારણ કે હેકર્સ દ્વારા નેટવર્કને સૌથી વધુ હેક કરવામાં આવે છે. જેને લઈને સુરક્ષિત નેટવર્કમાં જ ઓનલાઇન વ્યવહાર કરવો જોઈએ.
આ ઉપરાંત જ્યારે પણ તમે એટીએમ કાર્ડ થકી રૂપિયા ઉપાડો છો ત્યારે કાર્ડના પીન જરૂરથી માંગવામાં આવે છે. તો આવી સ્થિતિ વચ્ચે પીન નંબર ક્યારેય કોઈને પણ શેર ન કરવા જોઈએ. તમારા મોબાઇલમાં કે અન્ય કોઈ જગ્યાએ લખીને પણ રાખવા જોઈએ નહીં.
સાથે સાથે એ વાતનું પણ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ કોલ દરમિયાન તમારી પાસેથી એટીએમ કાર્ડ નંબર, સીવીવી અને પીન નંબર જેવી માહિતી માંગવામાં આવે તો તેનો ક્યારેય જવાબ આપવો જોઈએ નહીં કારણ કે છેતરપિંડી કરનાર લોકો કાર્ડની માહિતી લઇ અને તમારી સાથે ફ્રોડ કરી શકે છે.