બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Want a job at Apple? So follow these 4 unique tips of Tim Cook, you will benefit

કામની વાત / Apple માં જોબ જોઇએ છે? તો ફૉલો કરો ટિમ કૂકની આ 4 અનોખી ટિપ્સ, થશે ફાયદો

Megha

Last Updated: 09:28 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટિમ કૂકને પૂછવામાં આવ્યું હતું કે Appleમાં કેવા લોકોને નોકરીની ઓફર કરવામાં આવે છે? એમને કહ્યું કે જે લોકોમાં ક્ષમતા, ક્રિએટીવીટી અને જિજ્ઞાસા જેવા ગુણો હોય એમને નોકરી મળવાના ચાન્સ વધુ હોય છે

  • Appleમાં કેવા લોકોને નોકરીની ઓફર કરવામાં આવે છે?
  • એપલમાં નોકરી મેળવવા માટે કઈ ક્વોલીટી ડેવલપ કરવી પડશે?
  • એપલના કર્મચારીઓ માને છે કે વન પ્લસ વન થ્રી થાય 

જ્યારે પણ કોઈ કૉલેજમાં ભણે છે ત્યારે તેનું સપનું હોય છે કે સારી સરકારી નોકરી અથવા કોઈ મોટી કંપનીમાં નોકરી મેળવવી. એડિટિંગ, કોડિંગ, સોફ્ટવેર, એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ જેવા કોર્સનો અભ્યાસ કરતી વ્યક્તિ ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીમાં કામ કરવાના સપનાં જુએ છે. જો કે, મોટી કંપનીઓમાં કામ કરવા માટે ઘણું જ્ઞાન અને કૌશલ્ય જરૂરી છે. જો તમે એપલ કંપનીમાં નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે અહીં કેવી રીતે નોકરી મેળવી શકો છો. 

Topic | VTV Gujarati

વાત એમ છે કે એપલના સીઈઓ ટિમ કુકે એક ઈન્ટરવ્યુ દરમિયાન એપલમાં નોકરી મેળવવા માટે કઈ ક્ષમતાઓ જરૂરી છે તેની માહિતી આપી હતી. તેણે કહ્યું કે જ્યારે કંપની કોઈને નોકરી પર રાખે છે ત્યારે તે કઈ બાબતો પર વધુ ધ્યાન આપે છે? ચાલો તમને જણાવીએ કે એપલમાં નોકરી મેળવવા માટે તમારે તમારામાં કઈ ક્વોલીટી ડેવલપ કરવી પડશે. 

Appleમાં કેવા લોકોને નોકરીની ઓફર કરવામાં આવે
ટિમ કૂકને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે કોઈને Appleમાં નોકરીની ઓફર કરવામાં આવે છે ત્યારે કેવા લોકોને નોકરીની ઓફર કરવામાં આવે છે. આ સવાલ પર ટિમ ટૂકે કહ્યું કે જે લોકોમાં આપણે ક્ષમતા, ક્રિએટીવીટી અને જિજ્ઞાસા જેવા ગુણો જોઈએ છીએ તેમને નોકરી મળવાના ચાન્સ વધુ હોય છે. ટિમ કુકે જણાવ્યું હતું કે પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે આ બધા ગુણો હોવા ખૂબ જ જરૂરી છે.

ભારતમાં રોકાણ અંગે Apple નું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું- અમે આ રીતે  ભારતીયોને કરી રહ્યા છીએ મદદ | apple investing significantly in india  supports around 10 lakh jobs says official

એપલના કર્મચારીઓ માને છે કે વન પ્લસ વન થ્રી થાય 
ઇન્ટરવ્યુ દરમિયાન ટિમ કુકે કહ્યું કે એપલના કર્મચારીઓ માને છે કે વન પ્લસ વન થ્રી થાય છે. તમને આ થોડું વિચિત્ર લાગશે, તમને પણ આશ્ચર્ય થશે કે આ કેવી રીતે થઈ શકે છે. તેમણે કહ્યું કે જ્યારે એક વ્યક્તિ પોતાનો વિચાર બીજા વ્યક્તિ સાથે શેર કરે છે ત્યારે તેના વિચારો મળીને એક નવા વિચારને જન્મ આપે છે. એટલે કે જ્યારે બે વિચારો મળે છે ત્યારે નવો વિચાર મળે છે. આ રીતે એક અને એક ત્રણ બને છે. તેમાં બે લોકોના જ્ઞાન, અનુભવ અને કૌશલ્યનો સમાવેશ થાય છે. 

એપલ માટે, ટીમ વર્ક અથવા ટીમ પ્લે અત્યંત મહત્વ
તેમણે કહ્યું કે એપલની સૌથી મોટી ખાસ વાત એ છે કે તેમની દરેક એપ્લિકેશન એક અને એક-3ના સિદ્ધાંત પર કામ કરે છે. આનો અર્થ એ છે કે એપલ માટે, ટીમ વર્ક અથવા ટીમ પ્લે અત્યંત મહત્વ ધરાવે છે. ટિમે કહ્યું કે એપલ તેના કર્મચારીઓમાં જે કૌશલ્ય પર સૌથી વધુ ધ્યાન આપે છે. તેમણે કહ્યું કે તમામ કૌશલ્યોમાં સહયોગ જરૂરી છે. આ એક આવડત છે જે અન્ય ત્રણ કૌશલ્યોને જોડવાનું કામ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ