બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / VTV reporter Deepak Solanki honored by CM Rupani as Corona Warriors

રિયલ હીરો / VTVના રિપોર્ટર દિપક સોલંકીનું CM રૂપાણીના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે સન્માન

Shyam

Last Updated: 10:03 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીમાં વોરિયર્સ તરીકે કામગીરી કરનારા VTVના પત્રકાર દિપક સોલંકીનું CM રૂપાણીના હાથે સન્માન, કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કરાયું સન્માન

  • CM રૂપાણીને હાથે કોરોના વોરિયર્સનું સન્માન
  • પત્રકારોનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન
  • VTVના દિપક સોલંકીનું CM રૂપાણીના હાથે સન્માન

CM રૂપાણીને હાથે કોરોના વોરિયર્સના સન્માન કાર્યમાં પત્રકારોને પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માન અપાયું છે. જેમાં VTVના દિપક સોલંકીનું CM રૂપાણીના હાથે સન્માન કરાયું છે. કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ VTVના રિપોર્ટરને સન્માન અપાયું છે.

400થી વધુ લોકોને કરી મદદ

વિશ્વભરમાં કોરોના સંકટ છવાયેલું છે. અનેક રાષ્ટ્રો આ મહામારી સામે હૈયે હામ રાખીને ઝઝૂમી રહ્યા હતા. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર માનવીને હચમચાવી રહી હતી. ત્યારે VTVના પ્રતિનિધી દિપક સોલંકીએ પત્રકારત્વની સાથો-સાથ માનવતાનો પણ ધર્મ નિભાવ્યો હતો. ઘણા એવા કિસ્સાઓ આપણે જોયા છે અને અખબારોમાં વાંચ્યા પણ છે કે, કોરોના સંક્રમિતની સેવા કરવા તેના ખૂદના સ્વજનો તૈયાર નથી, આવા સમયગાળામાં દિપકે 400થી વધુ લોકોને અમદાવાદની હોસ્પિટલોમાં કોવિડની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપી હતી. 

Ahmedabad Dipak Solanki help covid patient

કેવી રીતે લોકોને મદદ કરવાની મળી પ્રેરણા ? 

ગત વર્ષે માર્ચ મહિનામાં દિપકના પિતા અચાનક બિમાર પડ્યા. દિપક તાબડતોબ તેમને શહેરની જાણીતા SVP હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચ્યો.પરંતુ 2 દિવસમાં જ પિતાનું નિધન થયું. આ સમયે હોસ્પિટલમાં આવતા અન્ય દર્દીઓની હાલત જોઇને દિપકે મનોમન લોકોને મદદ કરવાનું નક્કી કર્યું એ પણ કોઇ જ જાહેરાતો કે દંભ વગર.. 

નિ:સ્વાર્થ ભાવે મદદ કરીએ તો સફળતા જરૂર મળે છે : દિપક 

મૂળ અમદાવાદનો વતની દિપક સોલંકી અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે, પત્રકારત્વના ઓરસિયા પર ઘૂંટાવાની ઘટનાને 6 વર્ષ જ થયાં છે. છતાં કોર્પોરેશનનું રિપોર્ટીંગ કરતો હોવાથી તેના સંપર્કોનો ઉપયોગ કરીને તેણે પોતાના પત્રકારત્વના કામ દરમિયાન પણ એક પરોપરકારી માણસને ધબકતો રાખ્યો અને મહામારીના સમયમાં અનેક લોકોની નિ:સ્વાર્થ ભાવે મદદ કરી. 

लोकहितं मम करणीयम् કરી બતાવ્યું સાર્થક 

અડધી રાતે દિપકના ફોન પર કોઇ મદદ માગે તો સામેવાળી વ્યક્તિ કોણ છે તે પૂછવામાં સમય નહીં બગાડતા દિપક તેનાથી બનતા તમામ પ્રયાસો કરવા લાગે. ધીમે-ધીમે નજીકના પરિચીતો અને ત્યારબાદ અજાણ્યાને પણ મહામારીના સમયમાં દિપકે મદદ કરીને लोकहितं मम करणीयम् સાર્થક કર્યું હતું.  

માનવતાના કાર્યને VTV સલામ કરે છે 

મહાત્મા ઇસરદાસજીએ હરિરસ ગ્રંથમાં લખ્યું છે કે, ભાગ્ય બડા તો રામ જપ તેરા બખત બડા કછું દેહ, અકલ બડી તો ઉપકાર કર, દેહ ધર્યા ફળ એહ. પોતાની પાસે કાંઇક હોય તો અન્યને મદદ કરીને ભગવાને માનવીને જે દેહ આપ્યો છે તે યથાર્થ કરવો જોઇએ. આ વાતને આજેપણ ઉજાગર કરી છે. દિપક સોલંકી..માનવતાના આ કાર્યને VTV સલામ કરે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ