બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / VTV exclusive conversation with Rivaba and Ravindra Jadeja

ગુજ'રાજ' 2022 / ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રિવાબાને કર્યો ફૂલ સપોર્ટ, કહ્યું મેં મારુ કરિયર બનાવ્યું હવે પત્નીને મદદ કરવાનો સમય

Dinesh

Last Updated: 08:57 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ઉત્તરના ભાજપ ઉમેદવાર રિવાબા જાડેજા કહ્યું, વિકાસની ગતિને આગળ ધપાવવાનું કામ કરીશું, સ્માર્ટસિટી તરફ કઈ રીતે કન્વટ કરી શકાય તે અમારી મુખ્ય પ્રાયોરેટી રહેશે

  • રિવાબા અને રવિન્દ્ર જાડેજા સાથે ખાસ વાતચીત
  • રિવાબાએ જીતની આશા કરી વ્યક્ત
  • હું સતત તેમની સાથે જ છુંઃ રવિન્દ્ર જાડેજા


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધડાધડ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કરી દીધા છે. જે પછી ઉમેદવારોને લઈ વિરોધ જોવા મળ્યો છે તો ક્યાંક કાર્યકરોએ ઉમેદરવારોને આવકાર્યા છે. જામનગર ઉત્તર વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે VTVએ ખાસ વાતચીત કરી છે.

રિવાબા સાથે સવાલ-જવાબ
રિપોર્ટર:ભાજપે તમારા પર ભરોષો મૂક્યો છે, શું કામગીરી રહશે?
રિવાબાએ ભાજપનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, લોકસેવા માટે સમર્પિત રહીશ અને મારાથી બનતા તમામ કાર્ય કરીશ
રિપોર્ટર: ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાય છે કે, તમે ગામડાઓમાં મહિલાઓ સુધી પહોંચ્યા છો, જીત્યા બાદની શું કામગીરી રહેશે?
જેના જવાબમાં રિવાબાએ કહ્યું કે, જે પોસ્ટ જામનગર ગ્રામ્ય છે અને મને શહેરની ટિકિટ મળી છે. પરંતું અહીં વિકાસની ગતિને આગળ ધપાવવાનું કામ કરીશું, સ્માર્ટસિટી તરફ કઈ રીતે કન્વટ કરી શકાય તે અમારી મુખ્ય પ્રાયોરેટી રહેશે

 

રવિન્દ્ર જાડેજા સાથે સવાલ-જવાબ
રિપોર્ટર: પ્રચારમાં જોડાશો?
જે સવાલના જવાબમાં રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે, બિલકુલ..બિલકુલ... ભાજપાનો પ્રચાર કરવાનો થશે તો હું ચોક્કસ કરીશ. તેમણે કહ્યું કે, રિવાબા સાથે જ હું છું મારો તમામ સપોર્ટ છે. 
રિપોર્ટર: એક સફળ પુરૂષ પાછળ પત્નીનો હાથ હોય છે તો પત્નીની સફળતા પાછળ એક પતિનો કેટલો હાથ?
જેના જવાબમાં કહ્યું કે, હું મારા ડાઉન ટાઈમમાં હૌ ત્યારે એનો સપોર્ટ હોય છે એનો આગળ વધવાનો ટાઈમ છે ત્યારે મારે સપોર્ટ આપવો જરૂરી છે, મારુ કરિયર બનાવ્યું હવે પત્નીને મદદ કરવાનો સમય છે

 

કોણ છે રિવાબા જાડેજા?
રીવાબા ગુજરાતના રાજકોટના છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.

હકુભાની જગ્યાએ રીવાબાને મળી ટિકિટ
જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકના ઉમેદવાર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ