બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / vrishchik rashifal 2023 varshik rashifal will bring good news for scorpio

રાશિ ભવિષ્ય / 2023માં આ રાશિના લોકોને થશે અપાર ધનલાભ, બસ આ ભૂલો કરવાથી બચજો નહીં તો....

Premal

Last Updated: 03:02 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનુ કહેવુ છે કે વર્ષ 2023 વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણુ શ્રેષ્ઠ રહેવાનુ છે. ધન, કારકિર્દી, વ્યાપાર, પ્રેમ સંબંધ અને આરોગ્ય મોરચે તમને સારા પરિણામ મળશે. જો કે, સફળતાઓનો લાભ ઉઠાવવા માટે વૃશ્ચિક રાશિના જાતકોને વધુ સાવધાની રાખવાની જરૂર છે.

  • વર્ષ 2023 વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણુ શ્રેષ્ઠ રહેશે
  • દરેક ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે
  • વૃશ્ચિક રાશિના જાતકોને વધુ સાવધાની રાખવાની જરૂર

જાણો રાશિ ગણિત 

વૃશ્ચિક રાશિને કાલ પુરૂષની આઠમી રાશિ કહેવામાં આવી છે. જેને ઉંમરનો ભાવ પણ કહેવામાં આવે છે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકો એવી વાતો ક્યારેય ભૂલતા નથી જેનાથી તેમને જીવનમાં દુ:ખ મળ્યું હોય. આ લોકો સક્રિય અને રચનાત્મક હોય છે, પરંતુ તેમને ગુસ્સો જલ્દી આવે છે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને આ તમારા સાતમા ભાવમાં બેઠો છે. આ શુક્ર એટલેકે વૃષભ રાશિમાં છે. 

દેવગુરૂ બૃહસ્પતિ પાંચમા ભાવમાં બેઠા છે, જે અત્યંત શુભ સ્થિતિ છે. તો શનિ દેવ બેઠા છે પરાક્રમ ભાવમાં અને આ ભાવમાં શનિ અને શુક્રની યુતિ છે. આ સાથે કેતુ તમારા 12મા ભાવમાં છે અને રાહુ ચંદ્રમાની સાથે મળીને વર્ષની શરૂઆતમાં આ તમારા છઠ્ઠા ભાવમાં ગ્રહણ દોષ બની રહ્યો છે. આવો જાણીએ 2023 વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવુ રહેવાનુ છે. 

કારકિર્દી- આ વર્ષ નોકરી અને વ્યાપાર માટે ખૂબ શુભ છે. 2023માં તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ વર્ષ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. તમને સહકર્મીઓનો ભરપૂર સહયોગ પણ મળશે. થોડા પડકારો આવશે પરંતુ વધારે મુશ્કેલીઓ નહીં આવે. તો વ્યાપારની દ્રષ્ટિએ પણ આ વર્ષ સારું છે. 

આર્થિક- આર્થિક દ્રષ્ટીએ આ વર્ષ તમારા માટે ખૂબ સારું રહેશે. પરંતુ આ તમારા માટે થોડુ ભ્રમિત કરનારું પણ હોઇ શકે છે. તમને નોકરી-વ્યાપારમાં પ્રગતિ, ધનલાભ અને પ્રમોશન તો મળશે પરંતુ પૈસાની બચતમાં મુશ્કેલી થઇ શકે છે. કારણકે તમારા ખર્ચના ભાવમાં કેતુ બેઠો છે અને તેનાથી કોઈના કોઈ કારણોસર તમારા ખર્ચા આવશ્ય થશે. 

રિલેશનશિપ- આ વર્ષ પ્રેમ સંબંધો માટે સારું છે. ખાસ કરીને એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે. આ વર્ષે આ રાશિના જાતકોને લગ્નના બંધનમાં બંધાવાના યોગ છે. તેથી જેના લગ્ન થયા છે, તેમને વૈવાહિક જીવનમાં થોડા-ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. 

એજ્યુકેશન- શિક્ષણના ક્ષેત્રમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત સારી રહેશે. જાતકોને પરીક્ષાઓમાં સફળતા મળશે. મનપસંદ કોલેજમાં એડમિશન મળવાની પણ સંભાવના છે. અભ્યાસમાં મન લાગશે, પરિણામ સારું રહેશે. જો કે, જાતકોને એપ્રિલ બાદ બનતો ગુરૂ-ચાંડાલ યોગ ભ્રમિત કરશે. જેના કારણે તમે તમારા માટે ખોટા નિર્ણય લઇ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ