બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Vivek Agnihotri's refusal to participate in Filmfare Awards refuse to be part of these anti-cinema awards
Megha
Last Updated: 03:37 PM, 27 April 2023
ADVERTISEMENT
કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી તેમના સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા છે. ઘણીવાર તેઓ એવી વાતો કહે છે કે તેઓ લાઇમલાઇટમાં આવે છે. જો કે ઘણી વખત આ કારણે તે પોતા માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેમનું નવું નિવેદન હેડલાઇન્સમાં છે.
દિગ્દર્શકે ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવોર્ડ ફંક્શન પર કટાક્ષ કર્યો છે અને ફિલ્મફેર એવોર્ડ 2023ને બૉયકોટ કરવાનો નિર્ણય પણ લીધો છે. આપણે બધા જાણીએ છીએ કે આજે મુંબઈમાં ફિલ્મફેર એવોર્ડ નાઈટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેને સલમાન ખાન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મફેર એવોર્ડ 2023નો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે અને ફિલ્મ નિર્માતાએ એવોર્ડ નાઇટમાં હાજરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
વિવેક અગ્નિહોત્રીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શ્રેષ્ઠ દિગ્દર્શક માટે ફિલ્મફેર એવોર્ડ નોમિનેશનની પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટમાં કાશ્મીર ફાઇલ્સ, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર, ભૂલ ભુલૈયા 2, બધાઈ હો 2 અને ઊંચાઈનો સમાવેશ થાય છે.
ANNOUNCEMENT:
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 27, 2023
FILMFARE AWARDS
I learnt from media that #TheKashmirFiles is nominated in 7 categories for the 68th Filmfare Awards. But I politely refuse to be part of these unethical and anti-cinema awards. Here is why:
According to Filmfare, other than the stars, nobody has… pic.twitter.com/2qKCiZ8Llh
જણાવી દઈએ કે આ સાથે વિવેકે ઘણી લાંબી પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવોર્ડ ફંક્શન પર નિશાન સાધ્યું છે. વિવેકે લખ્યું, “મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે 68માં ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં કાશ્મીર ફાઇલ્સ નોમિનેટ કરવામાં આવી છે પણ હું નમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા વિરોધી પુરસ્કારોનો ભાગ બનવાનો ઇનકાર કરું છું.''
વાત એમ છે કે ફિલ્મફેર દ્વારા કરવામાં આવેલી ટ્વિટને શેર કરતી વખતે વિવેકે બધાનું ધ્યાન એ હકીકત તરફ દોર્યું છે કે ડિરેક્ટરના ચહેરાને બદલે, સ્ટાર્સના ચહેરાને બદલવામાં આવ્યા છે. વિવેક અગ્નિહોત્રીને આ વાત પસંદ ન આવી અને ફિલ્મ નિર્માતા પહેલાથી જ તેમની પોસ્ટમાં વિજેતાઓને અભિનંદન આપી ચૂક્યા છે અને કહ્યું છે કે 'તેમનો હેતુ હંગામો મચાવવાનો ન હતો. તે તેનો ચહેરો બદલવા માંગે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.