બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / vivek agnihotri says i have no grudge with bollywood i just want industry to change

મનોરંજન / 'હું ઇચ્છું છું કે બોલીવુડ ભારત માટે...', ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કટાક્ષ કરવા અંગે વિવેક અગ્નિહોત્રીની સ્પષ્ટતા

Manisha Jogi

Last Updated: 02:13 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી જણાવે છે કે, તેઓ માત્ર એવા મુદ્દે જ લખે છે, જેના વિશે તેમને જાણકારી છે અને બોલીવુડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  • વિવેક અગ્નિહોત્રી હંમેશા ચર્ચામાં રહે છે
  • ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે
  • ‘જેના વિશે તેમને જાણકારી છે અને બોલીવુડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે’

ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી તેમના વિચાર અને નિવેદન બાબતે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે અને તમામ મુદ્દે તેમના વિચાર વ્યક્ત કરે છે. જેની સાથે બોલીવુડ પર નિશાન પણ સાધે છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી જણાવે છે કે, તેઓ માત્ર એવા મુદ્દે જ લખે છે, જેના વિશે તેમને જાણકારી છે અને બોલીવુડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે, તેઓ ઈચ્છે છે કે, ઈન્ડસ્ટ્રી બદલાઈ જાય અને ઉંચાઈઓના શિખર પાર કરે. 

વિવેક અગ્નિહોત્રી જણાવે છે કે, ‘મને કોઈ જ ફરિયાદ નથી, પરંતુ હું બોલીવુડ વિશે એટલા માટે કહું છું કારણ કે, હું ઈચ્છું છું કે, બોલીવુડ બદલાય. હું ઈચ્છું છું કે, બોલીવુડ ખુદને એક નવું રૂપ આપે અને વિશ્વની બેસ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બને. હું ઈચ્છું છું કે, બોલીવુડ ભારત માટે હાંસીને પાત્ર નહીં, પરંતુ ભારત માટે સોફ્ટ પાવર બને. તમે જ્યાં પણ જાવ ત્યાં લોકો કહે છે કે, ‘તમારા ગીત સારા છે, તમારા કોશ્ચ્યુમ સુંદર છે અને તમામ લોકો આ કપડાની નકલ કરવા માંગે છે. કોઈપણ આપણી કહાનીની નકલ કરવા માંગતા નથી. આ કારણોસર હું એક સારી ઈચ્છા સાથે આ બધુ કહું છું.’ 

વિવેક અગ્નિહોત્રીએ એક્ટ્રેસ પલ્લવી જોશી સાથે લગ્ન કર્યા છે, જે ‘કાશ્મીર ફાઈલ્સ’નો હિસ્સો રહી ચૂકી છે. પલ્લવી સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે, પરંતુ ટ્વિટર પર એકાઉન્ટ નથી. તેમ છતાં તેમને ખબર પડી જાય છે કે, તેમના પતિ વિવેક અગ્નિહોત્રી માઈક્રોબ્લોગિંગ સાઈટ પર શું અપલોડ કર્યું છે અને તેના પર રિપ્લાય પણ આપે છે. 

પલ્લવી જોશીએ તેના પતિ વિવેક અગ્નિહોત્રીની ટ્વિટર ગેમ વિશે જણાવ્યું છે. પલ્લવી જોશી જણાવે છે કે, ‘એક પરિવાર તરીકે અમે વિભિન્ન મુદ્દે એકબીજાની બાબતોને સુધારીએ છીએ. હંમેશા વાતચીત થતી રહે છે કે, તેમણે શું લખ્યું, શા માટે લખ્યું અને ત્યાર પછી વિવેક મને સમજાવે છે.’

ઘણી વાર લોકોના મોઢે મેરેજ સ્પેસ વિશે સાંભળ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ એકબીજાને સ્પેસ આપતું નથી. આ કારણોસર મેં વિવેકને સંપૂર્ણપણે સ્પેસ આપી છે. એક એવી સ્પેસ જેનાથી વિવેક ખુશ રહે છે અને મને એવું લાગે છે કે, મને વાતો કરતા લોકો વધુ પસંદ છે. વિવેક અગ્નિહોત્રીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેમણે તાજેતરમાં આગામી વેબ સીરિઝ ‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’નું ટ્રેલર જાહેર કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ