બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / virushka 2nd baby akaay update ab de villiers prediction right on virat anushka as parents

મનોરંજન / વિરુષ્કાને લઇ આ ક્રિકેટરે કરી હતી સચોટ ભવિષ્યવાણી, બાદમાં એવું શું થયું કે માંગવી પડી માફી

Arohi

Last Updated: 09:14 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohali Anushka Sharma Son Akaay:  વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. તેમના દિકરાનું નામ અકાય છે. વિરાટ અને અનુષ્કાની બીજી એક દિકરી વામિકા છે. થોડા દિવસો પહેલા ક્રિકેટર એબી ડિવિલિયર્સ જ આ વાતની સુચના આપી હતી કે વિરૂષ્કા એક વખત ફરી માતા પિતા બનવા જઈ રહ્યા છે. જોકે બાદમાં તેમણે નિવેદન બદલી નાખ્યું હતું.

વિરાટ કોહલીએ ખાનગી કારણોથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં શરૂઆતી બે ટેસ્ટ મેચોમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. પછી તેમણે આખી સીરિઝથી રેસ્ટ લઈ લીધો. ત્યાર બાદ તેમના બ્રેક લેવાની ખબરોને લઈને ઘણા પ્રકારની વાતો સામે આવી હતી. 

વચ્ચે તો એવી પણ અફવાહ ફેલાઈ હતી કે વિરાટના માતા સરોજ કોહલીની તબીયત ખરાબ છે. તેના પર વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલીએ પણ રિએક્શન આપ્યું હતું. તેમણે આ પ્રકારની ખબરોને સંપૂર્ણ રીતે ભ્રામક જણાવી હતી. ત્યાં જ વિરાટની સાથે IPL રમી ચુકેલા એલી ડિવિલિયર્સ એક યુટ્યુબ શોમાં એવું કહ્યું હતું કે વિરાટ બીજી વખત પિતા બનવામાં છે. માટે બ્રેક લઈ રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

જોકે બાદમાં ડિવિલિયર્સ પોતાના નિવેદનથી પલટી ગયા હતા. ડિવિલિયર્સ સ્વીકાર કર્યું કે તેમણે કોહલીના વિશે ખોટી જાણકારી આપી હતી. જોકે ડિવિલિયર્સ  જે પહેલા કહ્યું હતું તે એકદમ સાચુ હતું. 

વિરાટ અને અનુષ્કાએ 20 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી આ વાતની પુષ્ટિ કરી હતી કે 15 ફેબ્રુઆરીએ બેબી બોય અને વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. આ સમયે તમારા આશીર્વાદ અને શુભકામનાઓ જોઈએ છે. 

વધુ વાંચો: કબીરસિંહની હિરોઈન પર મેકર્સે લગાવ્યા 600 કરોડ, ‘ડોન 3’ સહિત આ ત્રણ ફિલ્મોમાં કિયારા એક્ટિંગ કરતી જોવા મળશે

ડિવિલિયર્સ બાદમાં માંગી હતી માંફી 
ડિવિલિયર્સે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે તેમનાથી ખોટી જાણકારી શેર થઈ ગઈ હતી. પરંતુ આ જાણકારી હવે બિલકુલ સાચી સાબિત થઈ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ