ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / don 3 game changer war 2 kiara advani has many big movies in coming days

Bollywood / કબીરસિંહની હિરોઈન પર મેકર્સે લગાવ્યા 600 કરોડ, ‘ડોન 3’ સહિત આ ત્રણ ફિલ્મોમાં કિયારા એક્ટિંગ કરતી જોવા મળશે

Published By: Vikram Mehta

Last Updated: 08:25 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’, ‘જુગ જુગ જિયો’ અને ‘સત્યપ્રેમ કી કથા’ જેવી ફિલ્મો કરી છે. આવનારા દિવસોમાં કિયારા અડવાણી મોટા બજેટની ત્રણ ફિલ્મોમાં તેમની એક્ટિંગનો જાદુ પાથરશે, મેકર્સે આ ફિલ્મ પર કુલ 600 કરોડ રૂપિયા લગાવ્યા છે.

ADVERTISEMENT

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’, ‘જુગ જુગ જિયો’ અને ‘સત્યપ્રેમ કી કથા’ જેવી ફિલ્મો કરી છે. આ ફિલ્મોએ બોક્સઓફિસ ધૂમ કમાણી કરી છે. આગામી દિવસોમાં કિયારા અડવાણી અનેક મોટા બજેટની ફિલ્મો કરી શકે છે. કિયારા અડવાણીની પહેલી ફિલ્મ ‘ફગલી’ 2014માં બોક્સઓફિસ પર રિલીઝ થઈ હતી, પરંતુ તે ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. ત્યારપછી ફિલ્મ ‘એમએસ: ધ અનટોલ્ડ સ્ટોરી’ સફળ રહી હતી, પરંતુ ફિલ્મ મશીન અને કલંક ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’એ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. 

ત્રણ મોટા બજેટની ફિલ્મ
કિયા અડવાણી પાસે ત્રણ મોટી ફિલ્મો છે- ‘ગેમ ચેન્જર’, ‘વોર 2’ અને ‘ડોન 3’. આ ત્રણ ફિલ્મો તગડા બજેટ અને મોટા સ્કેલ પર બનાવવામાં આવશે. મંગળવારે ‘ડોન 3’ માં કિયારા અડવાણીની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. કિયારા અડવાણીને ‘ડોન 3’માં પ્રિયંકો ચોપરાની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ‘ડોન 3’નું બજેટ 200 કરોડ રૂપિયા છે. 

ફિલ્મ ‘વોર 2’ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે 300 કરોડ રૂપિયાના બજેટમાં આવવામાં આવશે. આ ફિલ્મમાં ઋતિક રોશન અને જૂનિયર NTR હશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મમાં કિયારા અડવાણી લીડ રોલ ભજવશે. કિયારાએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, તેમને એક્શન ફિલ્મો કરવાનું પસંદ છે. 

વધુ વાંચો: 'એક વર્ષથી સુશાંતસિંહની આત્મા ભટકી રહી છે હવે..' એક્ટરની બહેન શ્વેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, સૌ કોઈ દંગ

રામચરણ સાથે જોવા મળશે
કિયારા અડવાણી સાઉથ સ્ટાર રામ ચરણ સાથે ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એસ. શંકર કરી રહ્યા છે, તેમણે ઈન્ડિયન, રોબોટ અને શિવાજી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. કિયારા અડવાણીએ મહેશ બાબૂ સાથે ફિલ્મ ‘ભારત’ અને ‘નેનૂ’માં પણ કામ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘ગેમ ચેન્જર’ 170થી 200 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે. આવનારા દિવસોમાં કિયારા અડવાણી મોટા બજેટની ત્રણ ફિલ્મોમાં તેમની એક્ટિંગનો જાદુ પાથરશે, મેકર્સે આ ફિલ્મ પર કુલ 600 કરોડ રૂપિયા લગાવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Don 3 game changer kiara advani don 3 kiara upcoming movie war 2 કિયારા અપકમિંગ મૂવી કિયારા મૂવી ડોન 3 કિયારા રામચરણ કિયારા મૂવી વોર 2 કિયારા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ