બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદથી તેની બહેન શ્વેતાએ ઘણો સમય સાધનામાં વિતાવ્યો. તે પોતાના ભાઈને ગુમાવવાનાં દુ:ખને સહન નહોતી કરી શકી. તેણે વિપાસનાથી લઈને મેડિટેશન સુધીનાં અનેક રસ્તાઓ અપનાવ્યાં છે. શ્વેતાએ કહ્યું કે સુશાંત પ્યોર અને સ્ટ્રોંગ આત્મા છે. તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાની હાજરીનો અનુભવ કરાવી શકે છે. તેમણે એવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. બહેને કહ્યું કે તેમણે સુશાંતને કૈલાશમાં જોયું હતું.
ADVERTISEMENT
"એક વર્ષ સુધી સુશાંતની આત્માને શાંતિ નહોતી મળી"
શ્વેતા સિંહ કીર્તી સુશાંતની બહેન અને એક રાઈટર છે. તેમણે Pain નામક એક બુક પણ લખી છે જેમાં તેમણે પોતાની સાધના અને ભક્તિનાં અનુભવો ટાંક્યા છે જેથી કોઈ પોતાના નજીકીથી અલગ થયાનાં વિરહને સહન કરી શકે. પ્રીતિકા રાવનાં પોડકાસ્ટમાં શ્વેતાએ સુશાંત વિશે વાત કરતાં કહ્યું કે એક વર્ષ સુધી સુશાંતની આત્માને શાંતિ નહોતી મળી...હવે ભાઈ કૈલાશમાં છે.
"કૈલાશ પર ખુશ છે સુશાંત"
બહેને કહ્યું કે સુશાંત કૈલાશમાં શિવજીની સાથે છે. ત્યાંથી તે બધાને જોઈ રહ્યો છે. શ્વેતાએ જણાવ્યું કે સુશાંત ઘણી સ્ટ્રોંગ એનર્જી છે અને તે કૈલાશ પર ઘણી પોઝિટિવ એનર્જીથી ઘેરાયેલો છે. તેઓ ત્યાં ખુબ ખુશ છે. શ્વેતાએ જણાવ્યું કે તે ક્યારેય પણ કૈલાશ ગઈ નથી પણ પોતાના વિઝનમાં તેમણે સુશાંતને કૈલાશ પર જોયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: દીપિકા પાદુકોણ પ્રેગ્નેંટ છે? એરપોર્ટ પર સ્પોટ થતાં બેબી બંપ પર પડી ચાહકોની નજર, કીલર લૂક વાયરલ
"તે કૈલાશમાં શિવજીની સાથે છે"
શ્વેતાએ એવું પણ કહ્યું કે પહેલાં મને લાગતું હતું કે તેની આત્મા શાંત નથી. પણ પછી અનુભવ થયો કે સુશાંત કૈલાશમાં છે..સારી જગ્યા પર છે. તે કૈલાશમાં શિવજીની સાથે છે, ખુશ છે પણ હજુ પણ તે ત્યાંથી બધું જ જોઈ રહ્યો છે. સુશાંત બધા માટે પોઝિટિવ એનર્જી મોકલી રહ્યો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.