બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli's Net Worth Over Rs 1000 Crore, Claims Report. See Full Details

વિરાટ અબજોપતિ / રન મશીન જ નહીં 'નોટ છાપવાનું મશીન' પણ છે કોહલી, 1000 કરોડનો માલિક, આટલે ઠેકાણેથી રળે છે રુપિયા

Hiralal

Last Updated: 02:56 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના સ્ટાર વિરાટ કોહલી 1000 કરોડથી વધુની સંપત્તિનો માલિક છે તે અનેક જગ્યાએ પૈસા કમાવી રહ્યો છે.

  • વિરાટ કોહલી બન્યો 'નોટ છાપવાનું મશીન' 
  • 1000 કરોડથી વધુની સંપત્તિનો માલિક 
  • ખાલી સાત કરોડ તો BCCI દર વર્ષે આપે છે 

મોટું નામ નોટો છાપવાનું મશીન', તે કહેવત વિરાટ કોહલીએ સાબિત કરી દેખાડી છે. ચાહકોમાં રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલીને ધનના દેવતા કુબેર ફળ્યાં છે અને મન મૂકીને તેની પર વરસાવી રહ્યાં છે. લક્ષ્મીજી નામ પર મરી મટે છે જોકે મહેનત પણ જરુરી છે. એક વાર કોઈ ઉપર ઉઠે પછી લક્ષ્મી તેની પર મહેરબાન થઈ જાય છે. વિરાટ કોહલીના કિસ્સામા પણ આ સાચું પડ્યું છે.  

કોહલી પાસે 1000 કરોડથી વધુની સંપત્તિ 
વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનું નામ સામેલ છે. કોહલી માત્ર ક્રિકેટમાંથી જ નહીં પણ સ્ટાર્ટ-અપ, સોશિયલ મીડિયા પ્રતિ પોસ્ટ, બ્રાન્ડ એમ્બેસેડર અને જાહેરાત દ્વારા પણ ઘણી કમાણી કરે છે. કોહલીની પાસે હાલમાં 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 

BCCI દર વર્ષે કોહલીને 7 કરોડનો પગાર આપે છે 
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને BCCI કરાર હેઠળ "A+" ગ્રેડ તરીકે પગાર મળે છે. વિરાટ કોહલીને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયા, ODI 6 લાખ રૂપિયા અને T20 મેચ ફી 3 લાખ રૂપિયા છે. આ સિવાય વિરાટ કોહલી IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB પાસેથી વાર્ષિક 15 કરોડ રૂપિયા લે છે.

કોહલી સ્ટાર્ટ અપ્સમાં પણ રોકાણકાર 
વિરાટ કોહલી સાત સ્ટાર્ટ-અપ્સમાં પણ રોકાણકાર છે. આ સ્ટાર્ટ-અપ્સમાં બ્લુ ટ્રાઈબ, યુનિવર્સલ સ્પોર્ટ્સબિઝ, MPL અને સ્પોર્ટ્સ કોન્વોનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ આ તમામ સ્ટાર્ટ-અપ્સમાં કરોડોનું રોકાણ કર્યું છે. વિરાટ કોહલી પોતે પાંચ સ્ટાર્ટ-અપનો માલિક છે, જેમાં વન-2 રેસ્ટોરન્ટ, ન્યુવા ડાઇનિંગ બાર એન્ડ રેસ્ટોરન્ટ, વન-8 અને સ્ટેપથલોનનો સમાવેશ થાય છે. કોહલી પાસે મુંબઈમાં 34 કરોડ રૂપિયાનું ઘર છે, જ્યારે તેની પાસે ગુડગાંવમાં પણ 80 કરોડ રૂપિયાનું ઘર છે. ઓડી કારના બ્રાન્ડ એમ્બેસેડર કોહલી પાસે પણ આ કંપનીની કુલ 7 કાર છે.  

સૌથી વધુ બ્રાન્ડ ફી
વિરાટ કોહલી આજે બોલિવૂડ અને રમતગમતની દુનિયામાં સૌથી વધુ બ્રાન્ડ ફી વસૂલે છે. વિરાટ કોહલી એક એડ શૂટિંગ માટે વાર્ષિક 7.50 થી 10 કરોડ રૂપિયા ફી લે છે. રિપોર્ટ અનુસાર આ ફી પ્રતિ દિવસની છે. જો શૂટ બીજા દિવસ સુધી લંબાય, તો ફી બમણી થઈ જાય છે. વિરાટ કોહલી પાસે હાલમાં કુલ 26 બ્રાન્ડ્સ છે. તેમાં Vivo, Blue Star, Luxor, HSBC, Uber, ThoothC, Star Sports, MRF અને Synthol જેવા મોટા નામો પણ સામેલ છે.

જાહેરાતોથી એક વર્ષમાં લગભગ 175 કરોડ રૂપિયાની કમાણી
વિરાટ કોહલી માત્ર જાહેરાતોથી એક વર્ષમાં લગભગ 175 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ સિવાય કોહલીને ઈન્સ્ટાગ્રામ પરથી પ્રતિ પોસ્ટ 8.9 કરોડ અને ટ્વિટર પરથી પ્રતિ પોસ્ટ 2.5 કરોડ મળે છે. કોહલી FC ગોવા ફૂટબોલ ક્લબ, ટેનિસ ટીમ અને પ્રો-રેસલિંગ ટીમનો પણ માલિક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ