બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Virat Kohlis diamond portrait made by an artist from Surat

કળા / સુરતના કારીગરના હાથમાં છે જાદુ, અદભૂત કળાથી વિરાટ કોહલીનું બનાવ્યું ડાયમંડ પોટ્રેટ, તસવીરમાં ચમક્યો ક્રિકેટનો કિંગ

Kishor

Last Updated: 05:56 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરના એક આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનો ડાયમંડથી પોટ્રેટ બનાવવામાં આવ્યું છે.

  •  ક્રિકેટર વિરાટ કોહલીનો ડાયમંડથી પોટ્રેટ
  • સુરતના  આર્ટિસ્ટ દ્વારા બનાવાયું પોટ્રેટ
  • ત્રણ કલરના અમેરિકન ડાયમંડ થી આ ચિત્ર તૈયાર કરાયું

કળાને કોઈ મર્યાદા કે ઉંમરના બંધન નડતા નથી. સુરત શહેરના એક આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટ રેકોર્ડ બ્રેક એવા વિરાટ કોહલીનો ડાયમંડથી પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. આશરે 4 હજાર ડાયમંડ થી આ પોટ્રેટ તૈયાર કરાયું છે. ત્રણ કલરના અમેરિકન ડાયમંડ થી આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. 

Virat Kohlis diamond portrait made by an artist from Surat
ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીના ચાહકોની કોઈ કમી નથી. વિરાટ કોહલીના સમગ્ર દેશ અને વિદેશમાં અનેક ચાહકો છે. એવું પણ કહી શકાય છે કે સચિન તેંડુલકર બાદ કોહલીનું નામ સૌથી વધુ સન્માન સાથે લેવાય છે. સુરતમાં પણ તેમના અનેક ચાહકો છે. પરંતુ સુરતના કલાકાર વિપુલ જેપિવાલા તેમના અદભુત ચાહક છે અને પોટ્રેટની અદ્દભુત કલા પણ ધરાવે છે. વિપુલભાઈએ વિરાટ કોહલીને ભેટ આપવા માટે હીરાજડિત પોટ્રેટ તૈયાર કર્યું છે. 

Virat Kohlis diamond portrait made by an artist from Surat

પોટ્રેટ લોકોને પસંદ આવ્યું છે

હાલમાં જ એશિયા કપ રમાઈ રહ્યો છે. એશિયાકપ માં સૌથી વધુ હાઈ વોલ્ટેજ ગેમ પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ તેમની વનડે કરિયરની 47મી સદી ફટકારી હતી. કોહલી દ્વારા 47મી સદી ફટકારતાં સાથે જ વિપુલ ભાઈ દ્વારા તૈયાર કરાયેલા આ પોટ્રેટ નો વિડિયો બનાવી તેમણે વિરાટ કોહલીને શુભેચ્છા આપી હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિરાટ અન્ય ચાહકોએ આ વીડિયોને ખૂબ બિરદાવ્યો હતો. વાયુવેગે વાયરલ થયેલા આ વીડિયોથી વિપુલ ભાઈને પણ ખુશી મળી હતી કે તેમના દ્વારા તૈયાર કરાયેલું પોટ્રેટ લોકોને પસંદ આવ્યું છે. 

Virat Kohlis diamond portrait made by an artist from Surat

4 હજાર જેટલા ડાયમંડનો ઉપયોગ

વિપુલભાઈ દ્વારા આ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોટ્રેટ બનાવતા આશરે 2 મહિના જેટલો સમય લાગ્યો છે. આ ચિત્રમાં આશરે 4 હજાર જેટલા ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોટ્રેટ માં ત્રણ અલગ અલગ શેડના ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોટ્રેટમાં અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અમેરિકન ડાયમંડની કિંમત આશરે 7થી 8 રૂપિયા જેટલી થાય છે. આ ચિત્રને વિપુલભાઈ જાતે વિરાટ કોહલીને મળીને આપવા માટે ઈચ્છા રાખે છે. વિરાટ કોહલી સાથે જ્યાં પણ મુલાકાત થશે ત્યાં તેમને આ ચિત્ર ભેટ આપવા માંગે છે. આગામી 14મી ઓકટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપની લોગ મેચ રમાવવાની છે ત્યારે પણ જો વિરાટ કોહલીને મળી શકાય તો ત્યારે તેમને તેઓ ભેટ આપવા ઈચ્છે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ