બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli's blockbuster reaction after young fan gifts hand-made bracelet during 2nd WI ODI goes viral

કોહલીને કોણ ચઢે / VIDEO : વાહ વિરાટ ! કોહલીએ ઝાટકે પૂરી કરી દીધી છોકરીની ઈચ્છા, પિતા બન્યા ખૂબ ભાવક

Hiralal

Last Updated: 05:39 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિન્ડીઝ સામેની બીજી વનડેમાં વિરાટ કોહલીએ એક યુવાન છોકરીની બ્રેસલેટ પહેરવાની ઈચ્છા પૂરી કરી હતી.

  • વિન્ડીઝ બીજી વનડેમાં કોહલીની ઉદારતા જોવા મળી 
  • છોકરીએ બનાવેલું બ્રેસલેટ પહેરીને પૂરી કરી તેની ઈચ્છા
  • છોકરી અને તેના પિતા બન્યા ભાવુક 

ભારત અને વિન્ડિઝ વચ્ચે  29મી જુલાઈએ બાર્બાડોસમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયો નહોતો. 
ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હતી. જોકે મેચ બાદ વિરાટ કોહલીએ તેની ચાહક યુવા છોકરીની એક ઈચ્છા પૂરી કરી દીધી હતી. છોકરી પોતાને હાથે બનાવેલું એક બ્રેસલેટ કોહલી માટે લઈ આવી હતી અને છોકરી દ્વારા પોતાની સામે પહેરવા માટે ધરવામાં આવતાં કોહલીએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર તે સ્વીકારી લીધું હતું અને પહેરી લીધું હતું. 

છોકરીએ કોહલીને આપી બ્રેસલેટની ભેટ 
બીસીસીઆઈએ પોસ્ટ કરેલા વીડિયોમાં છોકરી કોહલીને કહેતી સાંભળી શકાય છે કે મેં તમારા માટે એક ગિફ્ટ બનાવી છે. છોકરીની વાત સાંભળીને કોહલી બોલ્યો કે "ઓહ, ખરેખર!" પછી તે નાનકડી છોકરીએ કોહલીને બ્રેસલેટ સોંપી દીધું, આ પછી કોહલીએ તે બ્રેસલેટને તેની સામે જ પહેરી લીધી હતું આ જોઈને છોકરીને ભારે સંતોષ થયો હતો. 

છોકરીના પિતાએ કહ્યું કોહલી તો જમીનનો માણસ 
વિરાટ કોહલીની આ સ્ટાઈલે છોકરીના પિતાને ભાવુક કરી દીધા હતા. પિતાએ કહ્યું, "આ એક પારિવારિક મિલન છે. અમે ક્રિકેટને પ્રેમ કરીએ છીએ. અમારો પરિવાર ક્રિકેટ પ્રેમીઓથી ભરેલો છે. અહીં આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. અહીં આવવું એ ખરેખર તેના માટે માઇન્ડફુલનેસ હતું, કારણ કે મારી પુત્રીએ તેના માટે બ્રેસલેટ બનાવ્યું હતું અને તે ખરેખર સરસ હતું. તમે જાણો છો કે તેનાથી મારી આંખોમાં આંસુ આવ્યા કે તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે અને તેણે અમારી સામે બ્રેસલેટ પહેર્યું હતું. અને ફોટા પડાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ