બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli, Shubman Gill and Suryakumar Yadav bowled.

World Cup 2023 / કોહલી, બાદ ગિલ અને સૂર્યાને પણ રોહિતે આપી બોલિંગ, આખરે કોચ-કેપ્ટનનો શું છે પ્લાન? માઈન્ડ ગેમ હતી પહેલાથી નક્કી

Kishor

Last Updated: 09:38 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે જંગમાં વિરાટ કોહલી, શુભમન ગીલ અને સૂર્યકૂમાર યાદવે બોલિંગ કરી હતી.જેને લઈને ચાહકો પણ ચકિત થઈ ગયા હતા.

  • વર્લ્ડ કપમાં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે જંગ
  • વિરાટ કોહલી, શુભમન ગીલ અને સૂર્યકૂમાર યાદવે બોલિંગ કરી
  • કિંગ કોહલીએ એક વિકેટ પોતાને નામ કરતા ચાહકોમાં અનેરી ખુશી

આજે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો હતો. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા જાણે બોલિંગનું ટેસ્ટિંગ કરતી હોય તેમ ત્રણ નવા ખેલાડીઓને બોલિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં વિરાટ કોહલી, શુભમન ગીલ અને સૂર્યકૂમાર યાદવે બોલિંગ કરી હતી.જેને લઈને ચાહકો પણ ચકિત થઈ ગયા હતા. ખાસ વાત તો એ છે કે આજની આ મેચમાં ખુદ કેપ્ટન રોહિત શર્માએ પણ બોલિંગ કરી એક વિકેટ લીધી હતી.

 


સૌપ્રથમ વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી અને માત્ર બોલિંગ જ નહીં પરંતુ કિંગ કોહલીએ એક વિકેટ પણ લીધી હતી. જેને લઈને અનુષ્કા શર્મા સહિતના ચાહકોએ બોલિંગને વધાવી લીધી હતી. ત્યારબાદ ગિલ અને સૂર્ય કૂમાર યાદવને પણ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ આપી હતી. મહત્વનું છે કે હાલ ટીમ ઇન્ડિયા પાસે માત્ર પાંચ જ બોલર છે. આથી ફાઈનલ, સેમી ફાઇનલમાં જો બોલર ઇન્ઝર્ડ થાય તો તેમની પાસે વિકલ્પ કયો? તે શોધવા માટે જાણે કોચ અને કેપ્ટનની અગાઉથી જે માઈન્ડ ગેમ હોય તેમ નવા બોલર શોધવા તક અપાઈ હતી. આજની મેચમાં જીત નિશ્ચિત હોવાથી કેપ્ટનને આ નવો અખતરો કર્યો હોવાનો લોકો જણાવી રહ્યા છે.


ભારત અને નેધરલેન્ડ વચ્ચે ICC ODI વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ સ્ટેજની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખૂબ જ અસરકારક સાબિત થયો હતો. હિટમેન અને શુભમન ગીલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી પણ થઈ હતી. શુભમન ગિલ આજે અદ્ભુત ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ડચ બોલરોને ખરાબ રીતે ફટકાર્યા હતા. આ દરમિયાન ગિલે સ્કાયસ્ક્રેપર સિક્સ પણ ફટકારી હતી. તેણે લગભગ બોલને સ્ટેડિયમની બહાર મોકલી દીધો. કેપ્ટન રોહિત શર્મા પણ તેની આ સિક્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જે પોતે સિક્સર કિંગ છે. ગિલના આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં સતત નવ મેચ જીતી ભારતે ઇતિહાસ રચી નાખ્યો છે. આજની મેચમાં પણ જબરદસ્ત જીત મેળવી છે. ભારતે નેધરલેન્ડને આસાનીથી કચડી હવે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ