બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli praised Babar Azam's batting, saying "Babar wanted to talk to me.."

ક્રિકેટ / વિરાટ કોહલીએ બાબર આઝમની બેટિંગના કર્યા વખાણ, કહ્યું "બાબર મારી સાથે વાત કરવા માંગતો હતો.."

Megha

Last Updated: 11:18 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli news: ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બાબર આઝમને તમામ ફોર્મેટમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણાવતા કહ્યું, 'તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે'

  • ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વિશ્વની બે સૌથી સફળ ટીમોમાંની એક 
  • એવામાં વિરાટ કોહલીએ પાકિસ્તાનના બેટ્સમેન બાબરના વખાણ કર્યા હતા
  • કોહલીએ બાબર આઝમને તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણાવ્યો 

Virat Kohli news: ભારત અને પાકિસ્તાન કટ્ટર હરીફ હોવાની સાથે સાથે જ વિશ્વની બે સૌથી સફળ ક્રિકેટ ટીમોમાંની એક છે. બંને ટીમોએ દુનિયાને ઘણા મોટા ખેલાડીઓ આપ્યા છે. વર્તમાન યુગમાં ભારત પાસે વિરાટ કોહલી જેવા બેટ્સમેન છે. જ્યારે પાકિસ્તાન પાસે બાબર આઝમ છે. વિરાટ કોહલી અત્યારે વિશ્વનો સૌથી મોટો બેટ્સમેન છે. બીજી તરફ બાબરની આઈસીસી રેન્કિંગ ઘણી સારી છે.  આ દરમિયાન ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બાબર આઝમને તમામ ફોર્મેટમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણાવ્યા છે.

વિરાટ કોહલીએ બાબરના વખાણ કર્યા હતા
કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં તેની પ્રશંસા વ્યક્ત કરી અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી. કોહલીએ ઈન્ટરવ્યુમાં યાદ કર્યું કે તેની (બાબર) સાથે મારી પ્રથમ વાતચીત 2019 ODI વર્લ્ડ દરમિયાન માન્ચેસ્ટરમાં રમત બાદ થઈ હતી. હું ઈમાદ વસીમને અંડર-19 વર્લ્ડ કપથી ઓળખું છું અને તેણે કહ્યું કે બાબર મારી સાથે વાત કરવા માંગતો હતો. 

બાબર તમામ ફોર્મેટમાં ટોચનો બેટ્સમેન છે
કોહલીએ આગળ વાત કરતાં કહ્યું કે, આ પછી અમે બેસીને રમત વિશે વાત કરી. મેં પહેલા દિવસથી જ બાબરમાં ઘણું સન્માન અને ગૌરવ જોયું છે અને તે બદલાયું નથી. એ ફેક્ટ છે કે સંભવતઃ બાબર તમામ ફોર્મેટમાં વિશ્વનો ટોચનો બેટ્સમેન છે અને એ સાચું પણ છે. કોહલીએ વધુમાં કહ્યું કે તે સતત પ્રદર્શન કરનાર છે અને મને હંમેશા તેને રમતા જોવાનું પસંદ છે. બાબર હાલમાં 886 રેટિંગ પોઈન્ટ સાથે ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર વન ખેલાડી છે. તે જ સમયે કોહલી 705 રેટિંગ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. 

પાકિસ્તાની બેટ્સમેન બાબર T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોચના પાંચમાં છે, જે તમામ ફોર્મેટના સુપરસ્ટાર તરીકેની તેની સ્થિતિ દર્શાવે છે. ICC રેન્કિંગના તમામ ફોર્મેટમાં ટોચના પાંચમાં સ્થાન મેળવનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. એશિયા કપના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં ટકરાશે. આ સિવાય અમદાવાદમાં 14 ઓક્ટોબરે ICC ODI વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે શાનદાર મેચ રમાશે. આ દરમિયાન આ બંને ખેલાડીઓ મેદાન પર એકસાથે જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ