બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli made many records by paying in wtc final 2023

WTC ફાઈનલ / ભારતની હાર કે જીત પહેલા છવાઈ ગયો કોહલી, એકીસાથે કર્યાં 5 રેકોર્ડ્સ, તોડવા અસંભવિત

Hiralal

Last Updated: 07:52 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલના ચોથા દિવસે વિરાટ કોહલીએ વિરાટ છલાંગ લગાવીને એકીસાથે 5 મોટા રેકોર્ડ્સ કર્યાં છે.

  • આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર કે જીતનો ફેંસલો
  • ટેસ્ટ ચેમ્પિયનશીપ બનવા ભારતને કરવા પડશે 280 રન
  • 44 રન સાથે કોહલીએ કર્યાં ઘણા રેકોર્ડ્સ 
  • આઈસીસી નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો 

વિરાટ કોહલી હાલમાં લંડનના ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ રમી રહ્યો છે. મેચમાં ભારતની પ્રથમ ઈનિંગની શરુઆતમાં આઉટ થયા બાદ કોહલી બીજી ઈનિંગમાં સારી લયમાં જોવા મળ્યો. તેણે બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. ભારતીય ટીમ ડબલ્યુટીસી ફાઇનલની ચોથી અને બીજી ઇનિંગ રમી રહી છે.

44 રન બનાવતાં જ કોહલીને નામે નોંધાયા ઘણા રેકોર્ડ્સ 
444 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોથા દિવસના અંત સુધીમાં 3 વિકેટે 164 રન બનાવી લીધા છે. હવે ટીમ ઈન્ડિયાને અંતિમ દિવસે જીતવા માટે 280 રનની જરુર છે. ચોથા દિવસના અંતે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર હાજર હતા. કોહલીએ 44 અને રહાણેએ 20 રન બનાવ્યા છે. 44 રનના આ સ્કોર સાથે કોહલીએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

કયા કયા રેકોર્ડ્સ કર્યાં કોહલીએ 
- વિરાટ કોહલી ભારત તરફથી આઈસીસી નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
- કોહલી ભારત તરફથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
- આઇસીસી ફાઇનલમાં સૌથી વધુ રન ફટકારવામાં કોહલી બીજા ક્રમે આવી ગયો છે.
- ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે 5000 આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કરી લીધો છે. તેણે 5003 રન બનાવ્યા છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારો ભારતનો બીજો ખેલાડી છે. આ યાદીમાં સચિન તેંડુલકર 6707 રન સાથે પહેલા નંબર પર છે.
- કોહલીએ ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે 2000 રનનો આંકડો પાર કરી લીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન ફટકારનારો કોહલી ભારતનો પાંચમો ખેલાડી છે. કોહલીએ અત્યાર સુધીમાં 2037 રન પુરા કર્યા છે. આ સાથે જ ચેતેશ્વર પૂજારા 2074 રન સાથે ચોથા નંબર પર છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર 3630 રન સાથે પહેલા નંબર પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ