બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli got warning! BCCI reprimanded for sharing this secret information

ક્રિકેટ / વિરાટ કોહલીને મળી વોર્નિંગ! આ સિક્રેટ માહિતી શેર કરવા પર BCCIએ લગાવી ફટકાર

Megha

Last Updated: 09:57 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI issues verbal warning: વિરાટ કોહલીએ ગુરુવારે તેના યો-યો ટેસ્ટ રિપોર્ટ અને તેના સ્કોર સાથે તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો પણ આ વાત BCCIના અધિકારીઓ  પસંદ ન આવી.

  • ઝઘડા હોય કે સોશિયલ મીડિયા વિવાદ વિરાટનું નામ હંમેશા સામે આવે
  • આવો જ એક વિવાદ ફરી એકવાર વિરાટ કોહલીના નામ સાથે જોડાયો
  • વિરાટ કોહલીએ BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા
  • એ બાદ ખેલાડીઓને બીસીસીઆઈએ કડક સૂચના આપી 

BCCI Unhappy With Virat Kohlis Instagram Story: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકો આખા દેશમાં ફેલાયેલા છે. ક્રિકેટ સિવાય પણ કિંગ કોહલી હંમેશા તેના વર્તન અને તેના જોલી સ્વભાવ માટે ચર્ચામાં રહે છે. ઝઘડા હોય કે સોશિયલ મીડિયા વિવાદ, તેમાં વિરાટનું નામ હંમેશા સામે આવે છે. આવો જ એક વિવાદ ફરી એકવાર વિરાટ કોહલીના નામ સાથે જોડાયો છે. 

વિરાટ કોહલીએ BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા
વાત એમ છે કે વિરાટ કોહલીએ ગુરુવારે તેના યો-યો ટેસ્ટ રિપોર્ટ અને તેના સ્કોર સાથે તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. તેને તે રમુજી લાગ્યું પરંતુ બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને કદાચ એ વાત પસંદ ન આવી.  એક અહેવાલ મુજબ, વિરાટ કોહલી દ્વારા ગુરુવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા યો-યો ટેસ્ટના સ્કોર્સે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને નારાજ કર્યા છે. 

બીસીસીઆઈએ કડક સૂચના આપી છે
અહેવાલો અનુસાર, વિરાટે આ ગુપ્ત માહિતી શેર કર્યાના એક કલાકની અંદર, ભારતીય ટીમ મેનેજમેન્ટે તમામ ભારતીય ક્રિકેટરો માટે કડક માર્ગદર્શિકા જારી કરી હતી. જો કે આ મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું. વિરાટની આ ઈન્સ્ટા સ્ટોરી થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પછી BCCIના ટોચના મેનેજમેન્ટે ખેલાડીઓને યો-યો ટેસ્ટ જેવી ગુપ્ત માહિતી શેર ન કરવાની કડક સૂચના આપી હતી. 

વિરાટ સહિત તમામ ખેલાડીઓને ચેતવણી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈ આવી માહિતી જાહેરમાં શેર કરવા પર કાર્યવાહી કરી શકે છે. વિરાટે યો-યો ટેસ્ટનો સ્કોર શેર કરતાની સાથે જ BCCI એક્શનમાં આવી ગયું. ત્યારબાદ તેણે ખેલાડીઓને આવી ગુપ્ત માહિતી શેર કરવાથી બચવા કહ્યું અને ઠપકો આપ્યો કે આમ કરવાથી તમે તમારા કરારના ભંગના દોષી પણ બની શકો છો. સાથે જ ખેલાડીઓને મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તેઓએ આવી ગોપનીય બાબતોની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી જોઈએ નહીં. ટ્રેનિંગ સમયના ફોટો શેર કરી શકો છો પણ સ્કોર્સ જેવી વસ્તુઓ શેર કરવી એ કરારનો ભંગ હોઈ શકે છે. 

રોહિત, વિરાટ અને હાર્દિકે યો-યો ટેસ્ટ પાસ કરી હતી
જણાવી દઈએ કે ભારતીય ટીમ એશિયા કપ 2023માં 2જી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે પહેલા તમામ ખેલાડીઓ અલુર ખાતે 6 દિવસીય તાલીમ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. કેમ્પના પહેલા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો યો-યો ટેસ્ટ આપી હતી અને ત્રણેયએ તેને સફળતાપૂર્વક પાસ કરી દીધી હતી. પરંતુ આ માહિતી શેર કર્યા બાદ વિરાટ કોહલી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ