બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Virat Kohli Creates Scores 76th International Century

સિદ્ધી / 500મી મેચમાં વિરાટ કોહલીએ સર્જ્યો ઇતિહાસ: ફટકારી 76મી ઇન્ટરનેશનલ સદી, સચિન તેંડુલકર પણ પાછળ

Kishor

Last Updated: 10:14 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની ટેસ્ટ મેચમાં કોહલીએ સદી ફટકારી ઇતિહાસ રચી દીધો છે. સાથે જ પોતાના 500મા મેચને યાદગાર બનાવી દીધો છે.

  • ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું બેટ બોલ્યું
  • 10 ચોગ્ગાની મદદથી કોહલીએ સદી પોતાને નામ કરી
  • કોહલીએ 500માં મેચમાં સદી ફટકારી 

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું બેટ બોલ્યું છે. કોહલીએ મેચના બીજા દિવસે (21 જુલાઈ) શેનન ગેબ્રિયલના બોલ પર ચોગ્ગો ઝીંકી પોતાની સદી પૂરી કરી હતી.  10 ચોગ્ગાની મદદથી કોહલીએ સદી પોતાને નામ કરી હતી.તેમણે 180 બોલમાં માં સો રન પૂર્ણ કર્યા હતા. તેમની સફળતાની વાત કરવામાં આવે તો કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 29મી સદી યશસ્વી સદી છે.  સદી સાથે વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા હવે 76 પર પહોંચી ગઈ છે. કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા જેમાં 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બાદમાં અલઝારી જોસેફે રનઆઉટ કર્યો હતો.

1677 દિવસ અને 31 મેચ બાદ ટેસ્ટ મેચમાં સદી ફટકારી

નોંધનીય છે કે વિરાટ કોહલીએ લાંબા સમય બાદ વિદેશની ધરતી પર ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. આ અગાઉની વાત કરવામાં આવે તો તેમણે વિદેશની ધરતી પર છેલ્લી ટેસ્ટ સદી 16 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં પૂરી કરી હતી. બાદમાં 1677 દિવસ અને 31 મેચ બાદ તેમણે વિદેશની ધરતી પર જ ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળતા મળી છે. વધુમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની તેમની આ ત્રીજી ટેસ્ટ શતક રહી હતી. આ અગાઉ તેમણે નોર્થ સાઉથમાં અને રાજકોટમાં ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.

કેન વિલિયમસન (28)ને પછાડી આગળ નીકળી ગયો
મહત્વનું છે કે કોહલીએ હવે ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની હરોડમાં જગ્યા બનાવી લીધી છે. આ વર્ષેના ટેસ્ટ ક્રિકેટ મેચની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીની આ બીજી સદી છે. અગાઉ માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચમાં 186 રનની ઇનિંગ રમી હતી. ફેબ-4 બેટ્સમેનોમાં સ્ટીવ સ્મિથ (32) અને જો રૂટ (28) કોહલી કરતાં વધુ ટેસ્ટ સદી ધરાવે છે. આ સાથે જ તેણે ટેસ્ટ સદીના મામલે હવે કેન વિલિયમસન (28)ને પછાડી આગળ નીકળી ગયો છે.


વિરાટ કોહલીના કરિયરનો આ 500મો ઈન્ટરનેશનલ મેચ હતો. જેમાં યશસ્વી પ્રદર્શન કરી તેમણે યાદગાર બનાવી દીધી છે. સાથે જ તે પહેલો એવો ખેલાડી બની ગયો છે. જેમણે પોતાના 500માં મેચમાં સદી ફટકારી હતી. આ અગાઉ કોઈ પણ ખેલાડી પોતાના 500મા મેચમાં 50 રન પણ નથી કરી શક્યો! તેમને સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ