બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli breaks Sachin Tendulkar's record, completes 1000 runs in a calendar year for eighth time in ODIs

IND vs SL / વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ, ODIમાં આઠમી વખત એક કેલેન્ડર વર્ષમાં પૂરા કર્યા 1000 રન

Megha

Last Updated: 04:35 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી હવે એશિયન ધરતી પર ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

  • ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ રેકોર્ડ બનાવ્યો 
  • ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર બેટ્સમેન બન્યો કોહલી 
  • આ મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો

મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે ODIમાં આઠમી વખત એક કેલેન્ડર વર્ષમાં 1000 રન પૂરા કર્યા છે. આ મામલે વિરાટે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. સચિને એક કેલેન્ડર વર્ષમાં સાત વખત ODIમાં હજાર રન પૂરા કર્યા હતા. 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે સારી બેટિંગ કરી ન હતી, પરંતુ વિરાટ કોહલી ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે પોતાની ઈનિંગ દરમિયાન કેટલાક શાનદાર રેકોર્ડ નોંધાવ્યા હતા. વિરાટ કોહલી હવે એશિયન ધરતી પર ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલી સચિન તેંડુલકરને પાછળ છોડીને એક કેલેન્ડર વર્ષમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને આવી ગયો છે.

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો
શ્રીલંકા સામે ODI વર્લ્ડ કપ 2023 ની સાતમી લીગ મેચ દરમિયાન, વિરાટ કોહલીએ વર્ષ 2023 માં તેના 1000 રન પૂરા કર્યા અને હવે તે એક કેલેન્ડરમાં સૌથી વધુ વખત 1000 કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ છે. ODI ક્રિકેટમાં વિરાટ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં 8મી વખત 1000 કે તેથી વધુ રન બનાવવાનું કારનામું કર્યું છે અને સચિને આ 7 વખત કર્યું છે.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1000+ ODI રન બનાવનાર બેટ્સમેન

8 – વિરાટ કોહલી
7 – સચિન તેંડુલકર
6- કુમરા સંગાકારા
6 – રિકી પોન્ટિંગ
6- સૌરવ ગાંગુલી
5 – રોહિત શર્મા
4 – તિલકરત્ને દિલશાન
4 – સનથ જયસૂર્યા

કોહલીએ એશિયામાં ODIમાં 8000 રન પૂરા કર્યા
શ્રીલંકા સામેની તેની ઇનિંગ દરમિયાન, વિરાટ કોહલીએ એશિયામાં ODI ફોર્મેટમાં 8000 રન પૂરા કર્યા અને આમ કરનાર ચોથો બેટ્સમેન બન્યો. અગાઉ એશિયામાં વનડેમાં આ આંકડાને સ્પર્શનારા બેટ્સમેનોમાં સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને કુમાર સંગાકારા હતા. એશિયામાં વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સચિન તેંડુલકર 12067 રન સાથે નંબર વન પર છે.

એશિયાનો સૌથી ઝડપી 8000 ODI રન પૂરો કરનાર ખેલાડી
159 ઇનિંગ્સ – વિરાટ કોહલી
188 ઇનિંગ્સ – સચિન તેંડુલકર
213 ઇનિંગ્સ – કે સંગાકારા
254 ઇનિંગ્સ – સનથ જયસૂર્યા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ