બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli became emotional after defeating Pakistan in the exciting India-Pakistan match

ભાવુક ક્ષણ / VIDEO: જીત બાદ વિરાટની આંખો થઈ ભીની, રોહિત શર્માએ ખભે ઊંચકી લીધો, જુઓ ભાવુક ક્ષણ

Dinesh

Last Updated: 07:06 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનની રસાકસીવાળી વાળી મેચમાં પાક.ને હરાવ્યા બાદ વિરાટ કોહલી થયા ભાવુક, રોહિત શર્માએ વિરાટને ઉચકીને ખુશી વ્યક્ત કરી

  • કોહલી અને હાર્દિક પંડ્યા બન્યાં મેચના હીરો
  • કોહલીએ માત્ર 53 બોલમાં અણનમ 82 રન કર્યાં 
  • પાકિસ્તાનને હરાવ્યા બાદ વિરાટ થયા ભાવુક
  • વિરાટને ઉચકીને રોહિત શર્માએ ખુશી વ્યક્ત કરી


ટીમ ઈન્ડીયાએ દેશને જીતની ભેટ આપી છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને અગાઉની હારનો બદલો પૂરો કર્યો હતો. વિરાટ કોહલી ભારતની જીતનો હીરો રહ્યો હતો. કિંગ કોહલીએ માત્ર 53 બોલમાં અણનમ 82 રન ફટકારતાં ટીમ ઈન્ડિયાને લગભગ હારેલી બાજી  જીતી લીધી હતી. કોહલી જીત અપાવ્યા બાદ એક ભાવુક માહોલ સર્જાયો હતો.

મેચમાં જીત બાદ વિરાટ થયો ભાવુક
વિરાટ કોહલીએ ભારત-પાકિસ્તાન મેચમાં જીત અપાવ્યા બાદ ભાવુક થયા બાદ જે ભાવુક ક્ષણ સર્જાઈ હતી. વિરાટ જીત અપાવ્યા બાદ ભાવુક્તા દાખવી હતી અને તે ભગવાનને યાદ કરતા હોય તેમ આકાશ તરફ આંગળી કરી હતી. વિરાટની આંખો ભીનિ થઈ હતી.

રોહિતે વિરાટને ઉચકી ખુશી વ્યક્ત કરી 
રોહિત શર્માએ વિરાટની કોહલીને ઉંચકીને જીતની ખુશી દાખવી હતી તેઓ ગ્રાઉન્ડમાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે રોહિત શર્માએ વિરાટ કોહલીને ઉચકી લીધો હતો અને અન્ય ખેલાડીઓ પણ વિરાટને સાબાસી આપતા નજરે ચડી રહ્યાં છે

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)


વિજયનો હિરો 'વિરાટ'
મેલબોર્નમાં રમાયેલી શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું છે. ભારતની આ જીતનો હીરો હતો વિરાટ કોહલી. કિંગ કોહલીએ માત્ર 53 બોલમાં ધડાધડ 82 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા જ્યારે ભારતે છેલ્લા બોલે સુધી ઈનિંગલ રમી અને જીત મેળવી છે.

હાર્દિક અને કોહલીએ બાજી સંભાળી
31 રનમાં ચાર વિકેટ પડી જતા ચિંતાનો વાદળો છવાયા હતા પરંતુ ત્યાર બાદ આવેલી હાર્દિક અને કોહલીની જોડીએ બાજી સંભાળી હતી અને 50 રનની ભાગીદારી કરી હતી. 

પાકિસ્તાને આઠ વિકેટે બનાવ્યાં હતા 159 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સૌથી વધુ અણનમ 52 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે, ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે, છેલ્લી ત્રણ ઓવરમાં પાકિસ્તાનની ટીમે 34 રન જોડ્યા હતા, જેના કારણે તેઓ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યા હતા પરંતુ ભારતીય બોલરના તરખાટ સામે પાકિસ્તાની ક્રિકેટરો ઘૂંટણીએ પડી ગયા હતા.

અર્શદીપ-હાર્દિકે ઝડપી 3-3 વિકેટ 
મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવીને પાકિસ્તાની ખેલાડીઓને ઘૂંટણીયે પાડી દીધા હતા. ભારત વતી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ