બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / viral video salute to bravery this superhero played on his life and saved the life of a girl

સેલ્યુટ / આ છે અસલી સુપર હીરો! જીવની બાજી ખેલીને બચાવ્યો બાળકીનો જીવ, VIDEO જોઈને આંખો ફાટી જશે

Premal

Last Updated: 05:41 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મોમાં અવાર-નવાર દેખાય છે કે કોઈ હીરો કેવીરીતે કોઈ નિર્દોષનુ જીવન બચાવી લે છે અને પછી લોકો તાળીઓના ગડગડાટથી આ હીરોનો આભાર માને છે. આજે અમે તમને એક એવા હીરો વિશે જણાવીશું જેણે એક નિર્દોષ બાળકીને મરતા બચાવી.

  • ચીનમાં એક શખ્સે નિર્દોષ બાળકીને મરતા બચાવી
  • પાંચમા માળેથી નિર્દોષ બાળકી નીચે પડી
  • શખ્સે બાળકીને પોતાના ખોળામાં લીધી અને જીવ બચાવ્યો

ચીનમાં બે વર્ષની બાળકી પાંચમા માળેથી નીચે પડી

મેટ્રો મુજબ, ચીનના ઝેજિયાંગ પ્રાંતના ટોંગજિયાંગમાં હૃદયને સ્પર્શી જાય તેવા સમાચાર સામે આવ્યાં છે. જ્યારે શેન ડોંગ નામનો શખ્સ પોતાની કાર રસ્તાની બીજી બાજુ પાર્ક કરતો હતો ત્યારે તેની નજર અચાનક બે વર્ષની નિર્દોષ બાળકી પર પડી. આ માણસે પાંચમા માળેથી બારીમાથી બાળકીને પડતા જોઇ. 

શેન ડોંગ નામના શખ્સે બાળકીનો જીવ બચાવ્યો

મેટ્રો મુજબ, શેન ડોંગ જ્યારે પોતાની કારને પાર્ક કરી રહ્યાં હતા ત્યારે તેમણે એક અવાજ સાંભળ્યો હતો.  બાળકી ચોથા માળેથી પડીને સ્ટીલની છત પર પડી. બાળકી જેવી નીચે પડી તો શેન ડોંગે તરત જ ભગવાન બનીને તેનો જીવ બચાવ્યો અને બાળકીને પોતાના ખોળામાં લઇ લીધી. વાયરલ થયેલા આ વીડિયોને ચીનના સરકારી અધિકારી લિજિયન ઝાઓએ ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. 

યુઝર્સે આ શખ્સના ભરપૂર વખાણ કર્યા

આ વીડિયોને જોયા બાદ યુઝર્સે શેન ડોંગના ભરપૂર વખાણ કર્યા છે. યુઝર્સે શેન ડોંગને સુપરહીરો જણાવ્યો છે. એક યુઝરે લખ્યું, માત્ર ફિલ્મોમાં નહીં, પરંતુ દુનિયામાં પણ અસલી હીરો છે. બીજા એક યુઝર્સે લખ્યું, આ શખ્સને પ્રમોશન અને મેડલ આપો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ