બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Viral Video: 10-Year-Old Boy Saves His Mother From Drowning In Pool After She Has A Seizure

બહાદુરી / VIDEO : સ્વિમિંગ પુલમાં ડૂબી રહી હતી માતા, 10 વર્ષના છોકરાએ કૂદી પડીને બચાવી લીધો જનેતાનો જીવ

Hiralal

Last Updated: 09:02 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ઓકલાહોમા સ્ટેટમાં 10 વર્ષના પુત્રે પાણીમાં ડૂબી રહેલી માતાને બહાર લાવીને તેનો જીવ બચાવ્યો હતો.

  • અમેરિકાના ઓખલાહોમા સ્ટેટની ઘટના
  • 10 વર્ષના પુત્રે માતાને પાણી ડૂબતી બચાવી
  • માતાને ફેમિલી પુલમાં આવી હતી વાઈ
  • ડૂબી રહેલી માતાને જોતા પુત્રે પાણીમાં કૂદી પડ્યો
  • સાચવીને હાથમાં ઉઠાવીને પાણી બહાર લઈ આવ્યો

આમ તો માતાનું ઋણ કદી પણ ચૂકવાતું નથી પરંતુ અમેરિકાના ઓકલાહોમા સ્ટેટમાં 10 વર્ષના પુત્ર ગાવિન કિનોયે ડૂબતી માતાને બચાવીને ઋણ પુરુ કર્યું છે. ઓકલાહોમા સ્ટેટના કિંગ્સ્ટનમાં પોતાના ઘરમાં ફેમિલી પૂલમાં ડૂબી રહેલી માતાને પુત્રે બચાવી લીધી હતી. વાઈને કારણે બેભાન થયેલી એક મહિલાને બચાવવા તેનો 10 વર્ષનો પુત્રે પુલમાં કૂદી પડ્યો હતો અને તેને સાચવીને બહાર લઈ આવ્યો હતો. જે ભારે પ્રેરણાદાયી છે. ઘરમાં રહેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના ઝડપાઈ હતી અને પછી તેનો વીડિયો વાયરલ થયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABC News (@abcnews)

શું છે મામલો
કિંગ્સ્ટનમાં પોતાના ઘરના સ્વીમિંગ પુલમાં મહિલા અને તેનો 10 વર્ષનો પુત્ર સ્વીમિંગ કરી રહ્યાં હતા. થોડી વાર સ્વીમિંગ કર્યા બાદ પુત્ર બહાર નીકળી ગયો હતો અને માતા પાણીમાં નાહી રહી હતી આ દરમિયાન તેને વાઈનો હુમલો આવ્યો હતો આને કારણે તે બેભાન બની હતી અને ડૂબવા લાગી હતી. આ દરમિયાન પુલ બહાર ઊભેલા તેના 10 વર્ષના છોકરાએ માતાને ડૂબી રહેલી જોઈ અને કશો પણ વિચાર કર્યા વગર પુલમાં કૂદી પડ્યો હતો અને ડૂબી રહેલી માતાને હાથમાં ઉઠાવીને સાચવીને બહાર લઈ આવ્યો. આ દરમિયાન તેના પિતા પણ આવી ગયા હતા અને તેમણે બન્નેએ મળીને મહિલાને સારવાર આપી હતી અને તેનો જીવ બચી ગયો હતો. 

ઓકલાહોમા પોલીસે કિશોરને આપ્યો બહાદુરીનો એવોર્ડ
ઓકલાહોમા પોલીસે આ ઘટનાની નોંધ લેતા કિશોરને બહાદુરીનો એવોર્ડ એનાયત કર્યો છે. કિશોરને તરતા આવડતું હોવાથી તેણે પાણીમાં કૂદી પડીને માતાને બચાવી હતી. તેના આ બહાદુરીભર્યા કામની અમેરિકામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ