બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vipul chaudhary big statement on alcohol after botad lattha kand

ચોંકાવનારું નિવેદન / દારૂ પીવો તો દૂધ જેવો! સારી ક્વોલિટીનો, સરકારે સહકારી ક્ષેત્રે વેચાણ કરવું જોઈએ, વિપુલ ચૌધરીનાં નિવેદનથી ખળભળાટ

Dhruv

Last Updated: 10:54 AM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હજુ તો બોટાદના લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. એવામાં દારૂને લઇને ચૌધરી સમાજના અગ્રણી વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

  • ચૌધરી સમાજના અગ્રણી વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન
  • દારૂમાં પણ ક્વોલિટી ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ: વિપુલ
  • પીવો તો દૂધ જેવો દારૂ પીવો: વિપુલ ચૌધરી

હાલ ગુજરાતમાં બોટાદના લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યને હલબલાવી મૂક્યું છે. તંત્ર પણ દોડતુ થઇ ગયું છે અને પોલીસથી માંડીને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. આ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના કારણે 40થી વધુ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રાજ્યમાં લઠ્ઠાકાંડની આવી સ્થિતિ વચ્ચે પાટણમાં અર્બુદાસેના જિલ્લા કારોબારીની એક બેઠક યોજાઇ હતી કે જેમાં મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ વિવાદિત નિવેદન આપ્યું છે.

સરકારે ગુણવત્તાયુક્ત દારૂના વેચાણની વ્યવસ્થા કરવી જોઇએ: વિપુલ ચૌધરી

વિપુલ ચૌધરીએ આ બેઠકમાં દારૂ અંગે વિવાદિત નિવેદન આપતા આ મુદ્દાએ ભારે જોર પકડ્યું છે. વિપુલ ચૌધરીએ દારૂ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'દૂધની જેમ દારૂમાં પણ ક્વોલિટી ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ. પીવો તો દૂધ જેવો દારૂ પીવો. સરકારે સહકારી ક્ષેત્રે દારૂની માફક દારૂનું વેચાણ કરવું જોઇએ. સરકારે ગુણવત્તાયુક્ત દારૂના વેચાણની વ્યવસ્થા કરવી જોઇએ.'

સળગતા સવાલો

  • શું વિપુલ ચૌધરીએ ગુજરાતમાં દારૂ વેચાણની તરફેણમાં છે?
  • દારૂબંધીથી વિપુલ ચૌધરીને શું પ્રોબ્લેમ છે?
  • વિપુલ ચૌધરી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કેમ કરે છે?
  • સમાજના અગ્રણી તરીકે આવા નિવેદનો તમને શોભે છે?
  • સમાજના યુવાઓ ચોખો દારૂ પીશે, તો તે તમને મંજૂર છે?

 

બોટાદના લઠ્ઠાકાંડમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે

ઉલ્લેખનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.

ભાવનગર સિવિલમાં દર્દીઓની સંખ્યા 104એ પહોંચી

બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે. આ લઠ્ઠાકાંડ કોઇક ઘરના મોભીને પણ ભરખી ગયો જેના કારણે ઘરના બાળકો, પત્ની અને માતા-પિતા નિરાધાર થઇ ગયા હોય.

વેજળકા ગામે ત્રણ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

બોટાદ લઠ્ઠાકાંડમાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે. અત્યાર સુધીમાં 43 લોકોએ આ લઠ્ઠાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રાણપુર તાલુકાના વેજળકા ગામે બળવંત સિંધવ નામના 30 વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મૃતક યુવક ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. ત્રણ બહેનોના એકના એક ભાઇનું મોત થતા પરિવાર કલપાત કરી રહ્યો છે. જેના કારણે વેજળકા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તથા સ્થાનિક ગ્રામજનોમાં દેશી દારૂના વેચાણને લઇને ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ