બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Vinesh Phogat has now directly targeted the sports minister

કુશ્તી યૌન શોષણ કેસ / કેસ રફેદફે કરનાર અનુરાગ ઠાકુર જ હતા', વિનેશ ફોગાટે હવે સીધા ખેલમંત્રીને લીધા નિશાન પર

Dinesh

Last Updated: 10:39 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ધરણા પ્રદર્શન શરૂ કરતા પહેલા અમે સરકાર સાથે વાત કરવા ગયા હતાં અને બધા જ ખેલાડીઓએ ખેલ મંત્રી સાથે વાત કરી અને તેમને બધી જ વાત જણાવી હતી.

  • રેસલર વિનેશ ફોગાટના ખેલ મંત્રી પર આક્ષેપ
  • 'કમિટી રચી આ મામલાને ફરી રફેદફે કરવાની કોશિષ'
  • 'આ બાબત પર કોઈ જ એક્શન લેવાયા નહી'


સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બૃજભૂષણસિંહ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પરંતુ ખેલાડીઓ હજી પણ વિરોધ બંધ કરવાનો નામ લેતા નથી. આ બધાની વચ્ચે મહિલા ઓલંપિયન રેસલર વિનેશ ફોગાટે કેન્દ્રિય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પર કેટલાક આક્ષેપો કર્યા છે. 

ખેલાડીઓ હજુ પણ અડગ
ભારતીય ટોપ પહેલવાનઓ ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની વિરૂદ્ધ દિલ્હીમાં ધરણા કરી રહ્યાં છે. મહિલા ખેલાડીઓએ બૃજભૂષણ પર યૌન શોષણ ઉત્પિડંનનો આરોપ લગાવ્યો છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બૃજભૂષણ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે છતાં ખેલાડીઓ પીછે હઠ કરવાનો નામ લેતા નથી. આ બધાની વચ્ચે મહિલા ઓલંપિન રેસલર વિનેશ ફોગાટે ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પર કેટલાક આક્ષેપો કર્યા છે.

VINESH PHOGAT AND BAJRANG PUNIYA STATEMENT AFTER MEETING THE OFFICIALS

વિનેશ ફોગાટના આક્ષેપ
રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ધરણા પ્રદર્શન શરૂ કરવા પહેલા અમે સરકાર સાથે વાત કરવા ગયા હતાં અને બધા જ ખેલાડીઓએ ખેલ મંત્રી સાથે વાત કરી અને તેમને બધી વાતો જણાવી હતી. જેમાં બધી મહિલા ખેલાડીઓએ યૌન શોષણ પર વાત કરી હતી પોત પોતાના અનુભવ રજૂ કર્યા હતાં. જે દરમિયાન ખેલ મંત્રી સામે રડી પણ હતી. પરંતુ આ બાબત પર કોઈ જ એક્શન લેવાયા નહી. ખેલ મંત્રીએ કમિટી રચી આ મામલાને ફરી રફેદફે કરવાની કોશિષ કરી છે.

બૃજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપ
ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓ દિલ્હીમાં ધરણા કરી રહ્યાં છે


ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓ દિલ્હીમાં ધરણા કરી રહ્યાં છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ