બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / VIDEO: 'What if 135 people died?', the government that says there are no obstacles in granting bail to Jaisukh Patel should listen to the plight of the victims of the Morbi disaster.

આક્રોશ / VIDEO: '135 જણા મરી ગયા એનું શું?', જયસુખ પટેલને જામીન આપવામાં વાંધો નથી એવું કહેનાર સરકાર સાંભળે મોરબી દુર્ઘટનાના પીડિતોની વેદના

Vishal Khamar

Last Updated: 08:25 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝુલતા પુલની દુર્ઘટના મામલે સરકારી વકીલ દ્વારા જયસુખભાઈ પટેલનાં જામીન તરફેણ મામલે મૃતકનાં પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મૃતકનાં પરિવારજનો દ્વારા માંગ કરી છે કે આરોપીઓને આકરામાં આકરી સજા થવી જોઈએ.

  • મોરબી ઝુલતા પુલની દુર્ઘટના મામલો
  • સરકારી વકીલ જયસુખ પટેલનાં જામીનની તરફેણમાં
  • સ્વજન ગુમાવ્યા છે તેને ન્યાય મળવો જોઈએઃ મહેબુબભાઇ

મોરબીનાં ઝુલતા પુલની દુર્ઘટના મામલે દુર્ઘટનામાં મૃતકનાં પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.સરકારી વકીલ જયસુખભાઈ પટેલનાં જામીનની તરફેણ મામલે પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે મૃતકનાં પરિવારજનોએ રોષ ઠાલવતા કહ્યું કે લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યા છે તેને ન્યાય મળવો જોઈએ.

સરકાર અચાનક જ જયસુખ પટેલ તરફી આવી ગઈઃ મહેબુબભાઈ (મૃતકનાં પરિવારજન)
આ બાબતે મૃતકનાં પરિવારજન મહેબુબભાઈએ જણાવ્યું હતું કે, કાલે હું હાઈકોર્ટમાં ગયો હતો. ત્યારે જયસુખ પટેલની જામીન અરજી મામલે સરકારી વકીલે એવું કીધું કે એને જામીન મળવા જોઈએ. પરંતું ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકો મૃત્યું પામ્યા તેઓનું કંઈ જોવાનું નહી. ત્યારે સરકાર અચાનક જ જયસુખ પટેલ તરફી આવી ગઈ છે. એતો ખોટુ છે. જયસુખ પટેલને આકરામાં આકરી સજા થવી જોઈએ. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/મોરબી-પુલ-દુર્ઘટના' title='મોરબી પુલ દુર્ઘટના'>મોરબી પુલ દુર્ઘટના</a> કેસમાં નવો વળાંક: <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/જયસુખ-પટેલ' title='જયસુખ પટેલ'>જયસુખ પટેલ</a> હવે ભાગેડું આરોપી, 1200  પાનાની ચાર્જશીટ દાખલ | Big news regarding the Morbi bridge accident case

સરકારી વકીલે જયસુખ પટેલને જામીન મળે તે માટે સમર્થન દર્શાવ્યું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે જયસુખ પટેલને જામીન મળે તે માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.  આ બાબતે સરકારી વકીલે કહ્યું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી.  ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે. જેલમાં રહેવાથી જયસુખ પટેલનાં ઉદ્યોગો પર અસર પડી રહી છે. 

An important decision has been taken by the Gujarat High Court in the direction of judicial reform

શું હતી સમગ્ર ઘટનાં
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબર 2022 થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ