બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / video virat kohli name chant naveen ul haq lucknow vs mumbai match ipl 2023

VIDEO / ચાલુ રમતે વિરાટ કોહલીના નામ પર નવીન ઉલ હકે હાથથી કર્યો એવો ઈશારો, ચૂપચાપ બેસી ગયા ચાહક

Manisha Jogi

Last Updated: 06:20 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં એક અલગ રોમાંચ છે. વિરાટ કોહલીના ફેન્સ મેદાન પર પણ ગંભીર અને નવીન ઉલ હક સામે નારેબાજી કરવા લાગે છે. મેદાન પર નવીન પર નિશાન સાધવામાં આવ્યું.

  • વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે વિવાદ
  • ગંભીર અને નવીન ઉલ હક સામે નારેબાજી
  • નવીન પર નિશાન સાધવામાં આવ્યું

વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હક વચ્ચે વિવાદ થયો ત્યારથી IPL 2023માં એક અલગ રોમાંચ છે. બંને તરફના ફેન્સ આ વિવાદમાં શામેલ થયા છે. વિરાટ કોહલીના ફેન્સ મેદાન પર પણ ગંભીર અને નવીન ઉલ હક સામે નારેબાજી કરવા લાગે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચમાં પણ આ પ્રકારે જોવા મળ્યું છે, જ્યાં નવીન પર નિશાન સાધવામાં આવ્યું છે. 

મંગળવારે લખનઉમાં એકાના સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટથી જીત મેળવી છે. આ મેચમાં અફઘાનિસ્તાની પેસર નવીન ઉલ હકની પણ વાપસી થઈ હતી, જેઓ છેલ્લી 2 મેચમાં બહાર રહ્યા હતા. બોલિંગ બાબતે નવીન ઉલ હકનો સમય ખરાબ રહ્યો છે અને 74 ઓવરમાં 40 રન આપ્યા છે અને એકપણ વિકેટ લીધી નથી. ઉપરાંત ફેન્સ પણ નવીન ઉલ હકનો વિરોધ કરી રહ્યા છે. 

પોતાના જ ફેન્સના નિશાના પર આવ્યા નવીન
આવો જ એક પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. આ મેચ દરમિયાન નવીન બાઉન્ડ્રી પાસે બોલિંગ કરી રહ્યા હતા. તે સમયે ફેન્સ વિરાટ કોહલીના નામે નારેબાજી કરીને નવીન ઉલ હકને ચિઢાવી રહ્યા હતા. આ સમયે નવીને પોતાના પર કાબૂ રાખ્યો હતો અને ઈશારો કરીને નારેબાજી ચાલુ રાખવા માટે કહ્યું હતું. ત્યારપછી મેચ પર ફરી ધ્યાન આપ્યું હતું. 

ગંભીર સામે લગાવ્યા નારા
લખનઉના મેદાન પર જ લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડી નવીન ઉલ હક સામે નારેબાજી કરવામાં આવી હતી. 1 મેના રોજ બેંગ્લોર અને લખનઉની ટીમ વચ્ચે નવીન ઉલ હક અને કોહલી વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર પછી ચેન્નઈની ટીમ લખનઉ આવી હતી, ત્યારે ગૌતમ ગંભીર સામે નારા લગાવવામાં આવ્યા હતા. આ પ્રકારે લખનઉની ટીમ હૈદરાબાજ ગઈ હતી, તે સમયે દર્શકોએ ગૌતમ ગંભીર સામે કોહલી કોહલીના નારા લગાવીને ચિઢાવવાની કોશિશ કરી હતી. 

સોશિયલ મીડિયા પર નિશાનેબાજી
નવીન ઉલ હકે પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. તેમણે મુંબઈ સામે બેંગ્લોરની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર બે ફોટો પોસ્ટ કર્યા હતા અને કોહલી પર નિશાન સાધ્યું હતું. કોહલીની વિકેટ પછી અને બેંગ્લોરની હાર પછી નવીને આ ફોટોઝ શેર કર્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ