બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: Shane Warne's Magic Spin Ball

નિધન / VIDEO : શેન વૉર્નનો એ જાદુઈ સ્પિન બોલ, આજે પણ આવો બોલ કોઈ નથી ફેંકી શક્યું

Hiralal

Last Updated: 08:19 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પિન બોલના જાદુગર તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાના મહાન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વૉર્નનો જાદુઈ સ્પિન બોલનો એક જુનો વીડિયો સામે આવ્યો છે.

  • સ્પિનના જાદુગર શેન વોર્નની અલવિદા
  • 2005માં ઈંગ્લેન્ડની સામે ફેંક્યો હતો જાદુઈ સ્પિન બોલ
  • ચાહકોની યાદમાં હજુ પણ સચવાયેલો છે આ સ્પિન બોલ

વર્ષ 2005માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ બોલ ફેંકીને એન્ડ્રુ સ્ટ્રૉસને શેન વૉર્ને આઉટ કર્યો હતો. આ બોલ એવો જાદૂઈ હતો કે જેના પર એક વખત વિશ્વાસ કરવો અશક્ય હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બેટ્સમેનને કંઈ જ ખબર પડી ન હતી કે વૉર્ન બોલ કેવી રીતે તેને આઉટ કરી ગયો. શેન વૉર્નનો આ બોલ સદીઓમાં એક બોલ તરીકે લોકપ્રિય બન્યો હતો અને વૉર્નને પણ જાદૂઈ સ્પિનર તરીકેને ઓળખ અપાવી ગયો હતો.

ચાહકોને આજ દિન સુધી યાદ છે શેન વોર્નનો આ અદ્દભુત સ્પિન બોલ
 2005માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં શેન વોર્ને ફેંકેલો આ જાદુઈ સ્પિન બોલ આજ દિન સુધી ચાહકોને યાદ છે. 

શેન વોર્નેની ક્રિકેટ કારકીર્દી 

  • શેન વોર્ને ડેબ્યુ ભારત સામે   02 જાન્યુઆરી 1992ના રોજ કર્યુ હતુ
  • 2 જાન્યુઆરી 2007ના રોજ ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ઈન્ટરનેશનલ કરીયરમાંથી રાજીનામુ આપ્યુ હતુ
  • વોર્ને ઈન્ટરનેશનલ કરિયરની ડેબ્યુ મેચ અને અંતિમ મેચ સીડનીમાં જ રમી હતી
  • શેન વોર્ને ટેસ્ટ મેચમાં 708 વિકેટ લીધી હતી
  • શેન વોર્નનો ટેસ્ટમાં બેસ્ટ સ્કોર 8/71 રહ્યો છે
  • 145 મેચમાં 5 વિકેટ 37 વખત લીધી હતી
  • ટેસ્ટમાં વોર્ને 10 વિકેટ 10 વખત લીધી હતી
  • વનડેમાં શેન વોર્ને 293 વિકેટ હાંસિલ કરી હતી
  • વનડેમાં માત્ર 25.74 એવરેજથી રન આપ્યા હતા
  • શેન વોર્ન IPLમાં પણ 54 મેચ રમી ચુક્યા છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ