બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / VIDEO: Robbery in front of Tantra's office in Rajkot captured on camera, 400-400 khankheri reaches 'up to' installment?

ઉઘાડી લૂંટ / VIDEO: રાજકોટમાં તંત્રની કચેરી સામે જ લૂંટનો ધંધો કેમેરામાં કેદ, 400-400 ખંખેરી 'ઉપર સુધી' પહોંચી જાય છે હપ્તો?

Mehul

Last Updated: 05:17 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ક્રીમિલેયર સર્ટિફિકેટ કાઢવામાં વચેટિયાં બેફામ. ક્રિમિલેયર સર્ટી ક્ઢાવવા સોગધનામા માટે યુવાનોને 350 થી 400 રૂપિયા વચેટીયાઓ પડાવી રહ્યા છે.આ માટે વ્યવસ્થાઓ વધારવી જરૂરી

  • બહુમાળી ભવન વચેટીયા અને પીંઢારાનો અડ્ડો
  • રાજકોટમાં વચેટીયાઓ યુવાઓને ખંખેરે છે 
  • બહુમાળી ભવન કે રળવાનું 'વેન્ડિંગ મશીન'

રાજકોટનું બહુમાળી ભવન વચેટીયા અને પીંઢારા નો અડ્ડો બની ગયું હોય તેમ અહી લે-ભાગુઓ અને વચેટિયાઓનું રાજ ચાલે છે. અને વચેટીયાઓ દેશના ભાવી એવા યુવાનોના સપનાઓનો પણ 'ખેલ' કરી નાણા ખંખેરે છે. આજે આવા જ મોટા રેકેટનો પર્દાફાશ થતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે.  


રાજકોટ ક્રીમિલેયર સર્ટિફિકેટ કાઢવામાં વચેટિયાં બેફામ બન્યા છે.ક્રિમિલેયર સર્ટી ક્ઢાવવા સોગધનામાં જરૂરું પડે છે.સોગંધનામાં માટે યુવાનોને 350 થી 400 રૂપિયા વચેટીયાઓ પડાવી રહ્યા છે..રાજકોટના બહુમાળી ભવન ખાતે ગોરખધંધો ચાલતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામા યુવાનો દ્વારા જ વાઇરલ કરવામાં આવે છે.

 

રાજકોટમાં વચેટિયાઓ દ્વારા યુવાનોને લૂંટવાનો ધંધો રીતસર અને ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.આજે સવારે ક્રિમિલેયર સર્ટી કઢાવવા યુવાનોની લાઈનો લાગી હતી.વારંવાર સર્વર ડાઉન થતા યુવાનો પરેશાન થયા હતા.કોરોના કાળમાં યુવાનોને સર્ટી કઢાવવા માટે સવારથી લાઈનો લાગી છે..માત્ર યુવાનો જ નહીં પણ તેમના પરિવારજનો અને નાના બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે..બહુમાળી ભવનમાં ક્રિમિલેયર સર્ટી માટે વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે. રાજકોટ-નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે લાંબી લાઇનો અંગે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ નિવેદન આપ્યું હતું.યુવાનોની ભીડને જોતા વધારાની વ્યવસ્થા હાથ ધરાઇ છે.ત્રણ વધારે ટેબલ શરૂ કરવામાં આવ્યા છે.


જે વ્યક્તિ વિડીયોમાં દેખાઇ રહ્યો છે તે લેભાગુ તત્વ હોવાનું અને ખોટું બોલતો હોવાનું ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન આપ્યું છે.બહુમાળી ભવનમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે અને લેભાગુ તત્વોને બહાર કાઢવામાં આવશે.તેમ જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ