બ્રેકિંગ ન્યુઝ
VTV / Video of cops thrashing Army jawan for not wearing mask in Jharkhand goes viral three suspended
Arohi
Last Updated: 11:31 AM, 3 September 2021
ADVERTISEMENT
ઝારખંડમાં સેનાના એક જવાને પોલીસના જવાનો દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે. પોલીસકર્મીઓએ દાદાગીરી કરતા સેનાના જવાનને ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં તેમના પર લાઠી ચાર્જ પણ કર્યો હતો. આ બધુ માસ્ક ચેકિંગ વખતે થયું હતું. આરોપ છે કે જવાને માસ્ક ન હતું પહેર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પોલીસે માર્યો ઢોર માર
મળતી માહિતી અનુસાર સેનાનો જવાન બાઈક પર સવાર હતો. આ ઘટના ચતરાના મયુરહંડ વિસ્તારમાં હાજર કરમા બજારની છે. જ્યાં પોલીસકર્મીઓએ ભેગા થઈને લાઠીચાર્જની સાથે સાથે લાત અને મુક્કા પણ માર્યા હતા.
ADVERTISEMENT
Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R
— VR (@vijayrampatrika) September 2, 2021
વીડિયો વાયરલ થતા પોલીસે એક્શનમાં
આ મારપીટનો ગામના લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો. પોલીસ ઘાયલ જવાનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે મારપીટ ત્યાના બીડીઓ સાકેત સિન્હાની હાજરીમાં થઈ હતી. હવે મામલામાં એસપી રાકેશ રંજનને ચાર્જ હાથમાં લીધો છે. મામલામાં તપાસની રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ત્રણ આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચતરાના પોલીસ અધીક્ષક કાર્યાલયમાં અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલી ઘટનાની રિપોર્ટના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે કોરોના સંકટના કારણે સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક લગાવવું જરૂરી છે. માસ્ક ન પહેરવા પર દંડ કરવામાં આવે છે. રાજ્ય સરકાર પોતાના સ્તર પર અલગ અલગ દંડ વસુલે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.