બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: I have seen CM getting scared of his wife, I myself am scared...: C R Patil in a mood of fun, see what he said

ગીર સોમનાથ / VIDEO: CMને મેં પત્નીથી ગભરાતાં જોયા છે, હું પોતે ગભરાઉં છું...: C R પાટીલે રમૂજના મૂડમાં જુઓ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 07:13 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં માયાભાઈ આહિરની હોસ્પિટલ વિમ્સ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખનો રમૂજ ભર્યો સ્વભાવ સામે આવ્યો હતો. સી.આર.પાટીલે રમૂજ કરતા કહ્યું, "હું અને CM બંને પત્નીથી ડરીએ છીએ""પત્નીથી તો બધા જ ડરતા હોય છે"

  • ભાજપ પ્રદેશ પ્રમુખનો જોવા મળ્યો રમૂજી અંદાજ
  • રમૂજ કરતા કહ્યું કે પત્નીથી તો બધા ડરે
  • "હું અને મુખ્યમંત્રી પણ પત્નીથી ડરીએ"

 ગીર સોમનાથ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીનાં વરદ હસ્તે અને પ્રદેશ અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રમૂજી અંદાજમાં કહ્યું કે આમ તો બધા પત્નિથી ડરતા જ હોય છે.  જે ન ગભરાતા હોયએ હાથ ઉંચો કરે. 

 ગીર સોમનાથ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અને પ્રદેશ અધ્યક્ષ સી.આરપાટીલની વિશેષ ઉપસ્થિતિમાં  કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્ટેજ પર પોતાનું ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ હવે ચૂંટણી પહેલા જ અહીનું રાજકારણ ગરમાયું છે. 

શું કહ્યું સી.આર.પાટીલે ? 
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વેરાવળ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્ટેજ પરથી કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને લઈ એક નિવેદન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લોકસાહિત્યકાર માયાભાઇ આહીર સહિતનાનું સ્વાગત કરતી વખતે પાટીલે તેમના ભાષણમાં કોંગ્રેસ નેતા અંબરીશ ડેરનો પણ ઉલ્લેખ કર્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે, , જેમની માટે મે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ બસ ચૂકી ગયા એવા અંબરીશ ડેર.. પછી કહ્યું કે, મારો મિત્ર જ છે હું એને લાવવાનો જ છું.. હાથ પકડીને.. આ તરફ હવે  સી.આર.પાટીલના નિવેદન બાદ એ ચર્ચાએ જોર પકડયું છે કે, શું કોંગ્રેસ નેતા અંબરીશ ડેર ભાજપમાં જોડાશે ? જોકે હાલ તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે પણ આ તમામનો જવાબ સમય આવ્યે જ ખબર પડશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

C.R. Patil Gir Somnath mayabhai ahir ગીર સોમનાથ પત્નીઓથી ડરીએ માયાભાઈ આહિર Gir Somnath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ