બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / VIDEO 'How much do you earn, no income tax person comes', PM Modi was seen in a fun mood

VIDEO / 'કેટલું કમાઓ છો, અરે કોઇ ઇન્કમટેક્સ વાળા નહીં આવે', દિવ્યાંગ ઉદ્યોગ સાહસિક સાથે PM મોદી જોવા મળ્યાં રમૂજ મૂડમાં

Megha

Last Updated: 10:07 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ પૂછ્યું કે એક મહિનામાં કેટલી કમાણી કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતા અચકાતા જોઇને પીએમ મોદી બોલ્યા કે 'ન કહો ભાઈ.. કોઈ ઇન્કમટેક્સ વાળા નહીં આવે..' વિડીયો વાયરલ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બે દિવસીય મુલાકાતે છે
  • આ દરમિયાન એમનો એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે
  • જ્યારે પીએમ મોદીએ પૂછ્યું એ 'ભાઈ કેટલું કમાઈ લે છે?'

PM નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે પહેલા દિવસે મોદીએ નમો ઘાટ પર કાશી તમિલ સંગમની બીજી સીઝનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જ સમયે વારાણસીથી રામેશ્વરમ જતી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. પીએમ મોદીએ કટિંગ મેમોરિયલ ગ્રાઉન્ડ ખાતે આયુષ્માન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે અહીં વિકાસ ભારત યાત્રા અંતર્ગત ઉભા કરાયેલા સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને દિવ્યાંગો સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ વાતચીત દરમિયાનનો એક વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પીએમ મોદીની ફની સ્ટાઈલ દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વિકલાંગ વ્યક્તિને તેના શિક્ષણ, કમાણી અને યોજનાઓના લાભોને લગતા પ્રશ્નો પૂછી રહ્યા છે, જ્યારે યુવક પણ પ્રશ્નોના જવાબો આપતો જોવા મળે છે, પરંતુ જ્યારે પીએમ તેમની આવક વિશે પૂછે છે, ત્યારે તે અચકાતા દેખાય છે. 

પીએમ મોદીએ એક વિકલાંગ વ્યક્તિને પૂછ્યું કે તેણે કેટલો અભ્યાસ કર્યો છે અને શું કરે છે. આ અંગે વિકલાંગ વ્યક્તિએ જણાવ્યું કે તેણે M.Com કર્યું છે અને સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહ્યો છું. આ સિવાય હું CHC સેન્ટર ચલાવું છું. ત્યારબાદ પીએમ મોદીએ પૂછ્યું કે કેટલા લોકો આવે છે આના પર વિકલાંગ વ્યક્તિએ કહ્યું કે ગણતરી નથી કરી પણ 10-12 લોકો આરામથી આવે છે.

આગળ વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે એક મહિનામાં કેટલી કમાણી થાય છે? જો કે આ પ્રશ્નનો જવાબ આપતા અચકાતા જોઇને પીએમ મોદી બોલ્યા કે 'ન કહો ભાઈ.. કોઈ ઇન્કમટેક્સ વાળા નહીં આવે.. તમને એમ થતું હશે કે મોદી ઇન્કમટેક્સવાળાઓને મોકલી દેશે.. '

હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીની આ બે દિવસીય મુલાકાત દરમિયાન કાશી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે રૂ. 19,000 કરોડથી વધુના મૂલ્યના 37 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં તેઓ રોડ અને પુલ, આરોગ્ય અને શિક્ષણ, પોલીસ કલ્યાણ, સ્માર્ટ સિટી અને શહેરી વિકાસ પ્રોજેક્ટ, રેલ્વે, એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ