બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / VIDEO: Boy's feat in the bank, ran away after taking a bundle of 10 lakh notes from the cash counter

શોકિંગ / VIDEO : બેન્કમાં છોકરાનું કારનામું, કેશ કાઉન્ટર પરથી 10 લાખનું નોટોનું બંડલ ઉઠાવીને ફરાર થયો

Hiralal

Last Updated: 10:27 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મથુરાની એક બેન્કમાં એક કિશોરે જે કારનામું કર્યું તે જાણીને લોકોના હોશ ઉડી ગયા હતા.

  • યુપીના મથુરામાં સગીર છોકરાનું કારનામું
  • બેન્કમાં કેશિયરને બહાર ગયેલો જાણીને ઘુસી ગયો કેબિનમાં
  • 10 લાખનું બંડલ ઉઠાવીને થયો ફરાર

યુપીના મથુરાની સહકારી બેંકમાં એક છોકરાએ કરેલા પરાક્રમની ખૂબ ચર્ચા છે. સગીરે સહકારી બેંકમાં જઈને ધોળા દિવસે લોકોની હાજરીમાં  કેશ કાઉન્ટરમાંથી 10 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

કેશિયર બહાર ગયો, લાગ જોઈને કિશોર કેબિનમાં ઘુસી ગયો 
મથુરા જિલ્લાના ચૌમુહાન શહેરમાં સ્થિત સહકારી બેંકનો આ મામલો છે. ગુરુવારે રાબેતા મુજબ બેન્કનું કામકાજ ચાલી રહ્યું હતું. કેશિયર હરેશ પ્રતાપ કોઈ કામ માટે કેશ કેબિનને લોક કર્યા વિના જ નીકળી ગયો હતો. બપોરે 2.42 વાગ્યે એક કિશોર  રોકડ કેબિનમાં ઘૂસીને નોટોના બંડલો લઈને ભાગી ગયો હતો. કિશોરે કેબીનમાંથી ૧૦ લાખ રૂપિયા છીનવી લીધા હતા. કેશિયર હરેશ પ્રતાપ જ્યારે કેબિનમાં પરત ફર્યો તો રોકડ રકમ ગાયબ જોઈ ચોંકી ગયો હતો.

10 લાખ ગાયબ જાણીને કેશિયરના હોશ ઉડ્યાં, બેન્કમાં ખળભળાટ 
કેશિયર હરેશ પ્રતાપે જણાવ્યું હતું કે તેઓ અહીં લગભગ દોઢ વર્ષથી કામ કરે છે. તે થોડીવાર માટે કેબિનમાંથી બહાર નીકળ્યો હતો અને બેંકની બહાર ગયો હતો. આ દરમિયાન કિશોરીએ બેંકની કેશ કેબિનમાં રાખેલા 10 લાખ રૂપિયા ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. જ્યારે તેઓ કેબિનમાં આવ્યા ત્યારે કેશ બોક્સમાં રહેલી નોટ જોઇને તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તેમણે લાંબા સમય સુધી પૈસા તરફ નજર ફેરવી. તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા કે પૈસા ગાયબ થઈ ગયા છે. તેણે તરત જ મેનેજરને જાણ કરી. બેંકમાંથી 10 લાખ રૂપિયા ગાયબ થવાના સમાચાર મળતા બેંકમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બેંકમાંથી 10 લાખ રૂપિયા ગુમ થયાની માહિતી મળતા પોલીસમાં હડકંપ મચી ગયો હતો અને જોતજોતામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

10 લાખ લઈને કિશોર શહેર તરફ ભાગ્યો 
જાણકારી મુજબ બેંકની બહાર નીકળેલ કિશોર બેંકની બહાર એક કિઓસ્ક પર પહોંચ્યો અને ત્યાંથી એક યુવક સાથે મથુરા તરફ ગયો. કિશોર જ્યારે 10 લાખ રૂપિયા લઈને બેંક છોડીને જતો રહ્યો હતો તે સમયે તેની સાથે એક વૃદ્ધ હતો. 

ગ્રાહકોને ચૂકવવા 20 લાખ મંગાવાયા હતા તેમાંથી 10 લાખ કિશોર ચોરી ગયો 
બેંકના બ્રાન્ચ મેનેજર વરૂણ કટિયારે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગ્રાહકોને ચૂકવવા માટે તેમણે મુખ્યાલયમાંથી 20 લાખ રુપિયા મંગાવ્યા હતા. જે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બેન્કમાં પહોંચ્યા હતા. બપોરે 2.40 વાગ્યે એક કિશોર પહેલેથી જ બેંકની શાખામાં બેઠો હતો. તેણે કેશ કાઉન્ટરમાંથી ૧૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ