બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Verdict today on plea seeking stay against Rahul Gandhi sentence in defamation case

સૌ કોઈની નજર / મોદી સરનેમ માનહાની કેસમાં આજે રાહુલ ગાંધીની અરજી પર ગુજ. હાઈકોર્ટ આપશે ચુકાદો, સુરત સેશન્સ કોર્ટે ફટકારી છે 2 વર્ષની સજા

Kishor

Last Updated: 07:53 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાની કેસ મામલે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા સામેં સ્ટે અંગેની માંગ સાથે અરજી કરાઈ હતી. જેના પર ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે.

  • આજે રાહુલ ગાંધીની અરજી પર ચુકાદો 
  • ગુજરાત હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો
  • સજા પર સ્ટેની માગ સાથે કરાઈ હતી અરજી

મોદી માનહાની કેસ મામલે આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામા આવી શકે છે. મહત્વનું છે કે બદનક્ષી અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા હતા. બાદમાં કસૂરવાર રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો પણ હુકમ કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ સજા પર સ્ટેની માગ સાથે અરજી પણ કરી હતી. જોકે આ અરજીને નકારી કાઢી સુરત કોર્ટે અરજી ફગાવી દિધી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ સુરતમાં કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાલ આ ચુકાદા પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. 

GPSCની વધુ એક ભરતી પહોંચી હાઈકોર્ટના દ્વાર સુધી: અરજદાર પરીક્ષાર્થીઓને લઇ  આપ્યો મહત્વનો આદેશ | Another recruitment of GPSC reached the High Court

જસ્ટિસ હેમંત પ્રચ્છક સંભળાવશે ચુકાદો

હવે આ અંગે આજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. નોંધનીય છે કે વેકેસન પહેલા બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. જોકે બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને તેના સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા, પરંતુ તેમની સજા પર સ્ટે માટેની તેમની અરજી 20 એપ્રિલે નામંજૂર કરવામાં આવી હતી.જે બાદ આજે ચુકાદો આવશે

 રાહુલ ગાંધી સામેનો કેસ શું હતો?

 

  • રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં વિવાદીત ટિપ્પણી કરી હતી
  • રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવનાર તમામને ચોર કહ્યા હતા
  • 13 એપ્રિલ 2019ના રોજ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું
  • રાહુલ ગાંધી સામે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો
  • મોદી સમાજની લાગણી દુભાઈ હોવાનું કહીને રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતમાં કેસ દાખલ કર્યો હતો
  • સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા
  • રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી
  • સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને તત્કાળ જામીન પણ આપ્યા હતા
  • સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ થયું હતું
  • સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવા ઈન્કાર કર્યો હતો
  • સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો
  • વેકેશન પહેલા સામસામી દલીલો પૂર્ણ થઈ
  • ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો

પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ