બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips to remove vastu dosh from your house vastu shastra

વાસ્તુશાસ્ત્ર / વાસ્તુ દોષને ખતમ કરવા આજથી જ અપનાવો આ ઉપાય, જરૂર પડશે ઘરની સીડીઓની, જુઓ કઇ રીતે આ ટિપ્સ થશે લાભદાયી

Arohi

Last Updated: 08:36 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા માટે દરેક વસ્તુને તેના યોગ્ય સ્થાને રાખવી ખૂબ જ જરૂરી છે. એવામાં ઘરની સીડીઓની નીચે આ એક વસ્તુ મુકવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે સાથે જ ઘણી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

  • ઘરની સીડીઓ નીચે મુકી દો આ વસ્તુ 
  • અનેક પ્રકારની મુશ્કેલીઓ થશે દૂર 
  • જુઓ કઇ રીતે આ ટિપ્સ થશે લાભદાયી

વાસ્તુશાસ્ત્રમાં આજે અમે તમને જણાવીશું સીડીઓમાં વાસ્તુ સંબંધી સમસ્યાઓના ઉપાય વિશે. ઘર બનાવતી વખતે સીડીઓ બનાવવાના સ્થાન પર માટીના કળશમાં વરસાદનું પાણી ભરી અને તેને માટીના ઢાકણથી ઢાંકીને જમીનની નીચે દબાવી દો. તેનાથી સીડીઓની વાસ્તુ સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. 

ઘરની છત પર મુકી આવો આ વસ્તુઓ 
પરંતુ જો તમે કોઈ કારણથી આમ કરવામાં સમર્થ નથી થઈ રહ્યા તો ગભરાવવાની જરૂર નથી. વાસ્તુ શાસ્ત્રમાં તેના માટે એક ઉપાય છે. તેના માટે ઘરની છત પર એક માટીના વાસણમાં દરરોજ સાત પ્રકારના અનાજ અને બીજા વાસણમાં જળ ભરીને પક્ષિઓ માટે મુકી દો. 

તેનાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપાય ઉપરાંત અમુક વસ્તુઓ બીજી પણ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. સીડીઓનો પ્રારંભ ક્યારેય પણ ત્રિકોણાત્મક રીતે ન કરવો જોઈએ અને સીડીઓના બન્ને બાજુ રેલિંગ લગાવવી જોઈએ. સાથે જ સીડીઓની સંખ્યા હંમેશા વિષમ થવી જોઈએ. 

સીડીઓની નીચે ક્યારેય ન રાખો મંદિર 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સીડીઓની નીચે ક્યારેય પણ મંદિર ન રાખવું જોઈએ. રસોડા કે બાથરૂમનું નિર્માણ ન કરવું જોઈએ. સીધા શબ્દોમાં કહીએ તો સીડીઓની નીચે કોઈ પણ એવી વસ્તુઓનું નિર્માણ ન કરાવો જે રોજના કામો માટે ઉપયોગમાં આવે છે. 

જો તમે ત્યાં કંઈક બનાવવા માંગો છો તો એક સ્ટોર રૂમ બનાવી શકો છો. જેમાં તમે એક્સ્ટ્રા સામાન મુકી શકો છો. જે ક્યારેક ક્યારેક કામમાં આવે. તેના ઉપરાંત અમુક લોકો સીડીઓમાં જૂતા, ચંપલ રાખવા માટે રેક બનાવે છે. જે બિલકુલ ખોટી વસ્તુ છે અને તમારા માટે નુકસાનકારક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ