બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for shami plant keep this shami plant at home to strong shani

Vastu Tips / Vastu Shastra: આજે જ ઘરમાં લઈ આવો આ છોડ, કુંડળીમાં શનિને બનાવશે મજબૂત, જાણો લાભાલાભ

Premal

Last Updated: 10:10 AM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા વૃક્ષ-છોડ એવા છે, જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી તો આવે છે. આ સાથે દરેક વ્યક્તિના જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થાય છે. નોકરી, બિઝનેસ, આર્થિક તંગી, લગ્ન વગેરે સાથે જોડાયેલી સમસ્યાઓ વ્યક્તિના જીવનમાં ગ્રહોના પક્ષમાં ના હોવાના કારણે થાય છે.

  • શમીનો છોડ કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિને મજબૂત કરે છે
  • યોગ્ય દિશા અને સાચી પદ્ધતિથી લગાવવો ખૂબ જરૂરી
  • જાણો શમીનો છોડ ઘરમાં કયા લગાવવો જોઈએ 

વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડનુ પોતાનુ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે રીતે શમીનો છોડ કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે લગાવવામાં આવે છે. પરંતુ તેને યોગ્ય દિશા અને સાચી પદ્ધતિથી લગાવવો ખૂબ જરૂરી છે. 

શમીનો છોડ લગાવવાની સાચી રીત અને દિશા

  1. શમીનો છોડ શનિ ગ્રહ માટે લગાવવામાં આવે છે. તેથી તેને શનિવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ લગાવો. આ સિવાય નવરાત્રિ અથવા પછી દશેરાના દિવસે પણ લગાવવામાં આવી શકે છે. 
  2. શમીનો છોડ ઘરના મુખ્ય દ્વારા અથવા પછી છત પર લગાવવામાં આવે છે. જો તમે તેને ઘરની બહાર લગાવી રહ્યાં છો તો આ વાતનુ ધ્યાન રાખો કે ઘરમાં ઘુસતી વખતે આ છોડ તમારી ડાબી બાજુ હોવો જોઈએ. જેને ભૂલથી પણ ઘરની અંદર ના લગાવશો. 
  3. વાસ્તુ જાણકારો મુજબ જો તમે શનિવારના દિવસે એક વાસણમાં શમીનો છોડ લગાવી રહ્યાં છો તો તેના મૂળમાં 1 રૂપિયાનો સિક્કો અને સોપારી મુકી દો. ત્યારબાદ છોડને વાવો અને છેલ્લે તેની પર ગંગાજળ છાંટી તેની પૂજા કરો.  
  4. શમીનો છોડ જો છત પર લગાવી રહ્યાં છો તો તેને દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ. એટલેકે પૂરતી માત્રામાં સૂર્યની રોશની પડી શકે. તેને ક્યારેય પણ અંધારા અથવા છાયાવાળી જગ્યા પર ના રાખો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ