બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / vastu tips for house vastu shastra rules while building or buying house to avoid obstacles

વાસ્તુ શાસ્ત્ર / ઘર માટે વાસ્તુ ટિપ્સ: નવું મકાન બનાવતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુના આ 6 નિયમો, ક્યારેય નહીં આવે કોઈ વિઘ્ન

Manisha Jogi

Last Updated: 03:54 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર વાસ્તુ અનુસાર હોય તો જીવન સુખમયી રીતે પસાર થાય છે. જીવનમાં કોઈપણ સમસ્યા આવે તો તેનું જલ્દી નિવારણ આવે છે. ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ.

  • ઘર બનાવતા પહેલા આ વાસ્તુ નિયમોનું રાખો ખાસ ધ્યાન
  • વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવાથી જીવન સુખમયી રીતે પસાર થાય છે
  • કોઈપણ સમસ્યા આવે તો તેનું જલ્દી નિવારણ આવે છે

એન્જિનિયર અથવા આર્કિટેક્ટ ઘર બનાવતા પહેલા, નકશો બનાવે છે. સામાન્ય રીતે એન્જિનિયર અથવા આર્કિટેક્ટને વાસ્તુ શાસ્ત્રનું જ્ઞાન હોય છે. જો તમે પણ વાસ્તુ નિયમોનું ધ્યાનમાં રાખશો તો વધુ સારું રહેશે. ઘર વાસ્તુ અનુસાર હોય તો જીવન સુખમયી રીતે પસાર થાય છે. જીવનમાં કોઈપણ સમસ્યા આવે તો તેનું જલ્દી નિવારણ આવે છે.
 
શૌચાલય-  ઘરમાં શૌચાલય અને બાથરૂમ અલગ-અલગ જગ્યાએ હોવા જોઈએ. ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ દિશા) અથવા બ્રહ્મસ્થાન એટલે કે કેન્દ્ર બિંદુમાં શૌચાલય ના બનાવવું જોઈએ. શૌચાલય દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.

બાથરૂમ- બાથરૂમ માટે પૂર્વ દિશાને યોગ્ય દિશા માનવામાં આવે છે, ગટર ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. ગીઝર દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ.

સ્ટોર રૂમ- ખાવા પીવાની વસ્તુ તથા અન્ય વસ્તુઓનો સંગ્રહ ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ દિશા)માં કરવો જોઈએ. આ દિશામાં વધુ સંગ્રહ ના કરવો જોઈએ. ધન સંચિત કરવાનું સ્થાન ઉત્તર દિશામાં બનાવવામાં આવે છે. 

ભોજન કક્ષ- ડાઈનિંગ રૂમ એટલે કે, ભોજન કક્ષ  પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ. 

સ્ટડી રૂમ- સ્ટડી રૂમ દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણા)માં બનાવવો તે યોગ્ય માનવામાં આવે છે. આ દિશામાં સ્ટડી રૂમ રાખવાથી બાળકોનું ભણવામાં મન પરોવાય છે. 

બેડરૂમ- ગૃહસ્વામીનો બેડરૂમ દક્ષિણ દિશામાં હોવો જોઈએ. સૂતા સમયે માથુ દક્ષિણ દિશામાં હોવું જોઈએ. પૂર્વ દિશામાં પણ માથુ રાખી શકાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ