બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for aquarium know right direction to keep numbers of fish according to vastu shastra

વાસ્તુ શાસ્ત્ર / પ્રગતિમાં આવી રહી છે અડચણ? તો ભૂલથી પણ એક્વેરિયમ ખોટી દિશામાં ન રાખતા, જાણી લો આ 4 નિયમ

Manisha Jogi

Last Updated: 09:35 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં ફિશ એક્વેરિયમ રાખવાની યોગ્ય દિશા અને નિયમ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. ઘરમાં ફિશ એક્વેરિયમ યોગ્ય દિશામાં રાખવામાં આવ્યું તો તે સૌભાગ્યનું કારણ બની શકે છે.

  • અનેક લોકો શોખ ખાતર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખે છે
  • ફિશ એક્વેરિયમ યોગ્ય દિશામાં રાખવું જોઈએ
  • સકારાત્મકતા આવે છે અને સફળતાના નવા રસ્તાઓ ખુલે છે

અનેક લોકો શોખ ખાતર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખે છે, જે ઘણી વાર વાસ્તુદોષ તથા અનેક પ્રકારની પરેશાનીઓનું કારણ બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં આવી રહેલ પરેશાનીઓ તથા વાસ્તુદોષ દૂર કરવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય અપનાવીને વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ફિશ એક્વેરિયમ રાખવાની યોગ્ય દિશા અને નિયમ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. ઘરમાં ફિશ એક્વેરિયમ યોગ્ય દિશામાં રાખવામાં આવ્યું તો તે સૌભાગ્યનું કારણ બની શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

માછલી પાલન શુભ માનવામાં આવે છે
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઘરમાં માછલી પાલન કરે છે, તેના જીવનમાં સકારાત્મકતા આવે છે અને સફળતાના નવા રસ્તાઓ ખુલે છે. આ કારણોસર તમે પણ તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો. 

ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવા માટે ઉત્તર પૂર્વીય દિશાને શુભ અને યોગ્ય માનવામાં આવે છે. આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ રહે છે અને તણાવપૂર્ણ માહોલ દૂર થાય છે. 

પ્રગતિ માટે શું કરવું
તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ હોય તો સમયાંતરે પાણી બદલતા રહેવું જરૂરી છે. આ પ્રકારે કરવાથી તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. સમયાંતરે પાણી બદલવામાં ના આવે તો પ્રગતિમાં અડચણ આવે છે. 

આ જગ્યાએ ફિશ એક્વેરિયમ ના રાખવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અને બેડરૂમમાં ફિશ એક્વેરિયમ ના રાખવું જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ