Vastu Tips: સખત મહેનત કર્યા બાદ પણ જો તમને ધાર્યુ પરિણામ ન મળતું હોય તો રાત્રે સુતી વખતે માથાની પાસે આ વસ્તુઓ મુકી દો. જેનાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે.
રાત્રે સુતી વખતે અપનાવો આ ઉપાય
માથા પાસે મૂકી દો આ વસ્તુઓ
ખુલી જશે કિસ્મતના તાળા
વાસ્તુ અનુસાર એવી ઘણી શુભ વસ્તુઓ છે જેને સુતી વખતે તકીયાની પાસે રાખવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર રાત્રે સુતી વખતે માથા પાસે તાંબાના લોટામાં જળ ભરીને રાખવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પ્રગતિના દ્વાર ખુલી જાય છે. સાથે જ ચંદ્રદોષ પણ દૂર થઈ જાય છે. તેના ઉપરાંત ખરાબ સપના પણ નથી આવતા.
લસણ
માથા પાસે લસણની થોડી કળીઓ રાખવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વરીયાળી
વાસ્તુ અનુસાર તકીયાની નીચે થોડી વરીયાળી રાખવાથી કુંડળીમાં રહેલો રાહુ દોષ દુર થાય છે. જો તમને સારી ઉંઘ નથી આવતી તો તમારા માથાની નીચે વરીયાળીની સાથે લીલી ઈલાયચી મુકો. તેનાથી આ સમસ્યા દૂર થઈ જશે.
મોરપંખ
સુતી વખતે માથા પાસે મોરપંખ રાખવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. તેનાથી શરીરમાં પોઝિટિવ એનર્જી આવે છે.
તુલસી
માથા પાસે તુલસીના પાન રાખવા પણ શુભ માનવામાં આવે છે. તેનાથી શરીરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જો લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો માથા પાસે પૂર્વ દિશામાં સિક્કા મુકીને સુઈ જાઓ. તેનાથી રોગોથી જલ્દી મુક્તિ મળશે.