બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Vastu Shastra influences every small and big thing

વાસ્તુશાસ્ત્ર / ચેતતો નર સદા સુખી: આ 8 કારણોના લીધે ઘરમાં આવી શકે ગરીબીનો ભરડો, તંગીનો સામનો કરવા થઈ જજો તૈયાર

Kishor

Last Updated: 08:33 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રને રોજની દિનચર્યા સાથે પણ નાતો છે. જો આવું કરવામાં ન આવે તો અનેક સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે.

  • વાસ્તુશાસ્ત્રનું હિન્દુ ધર્મ અનુસાર ખુબ જ મહત્વ
  • દરેક નાની મોટી બાબતો ઉપર વાસ્તુશાસ્ત્ર પ્રભાવ પાડતું હોય
  • મા લક્ષ્મીની કૃપા મેળવવા આટલું કરો

વાસ્તુશાસ્ત્રનું હિન્દુ ધર્મ અનુસાર મનુષ્યના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે અને દરેક નાની મોટી બાબતો ઉપર વાસ્તુશાસ્ત્ર પ્રભાવ પાડતું હોય છે. વાસ્તુદોષ એ જીવનમાં પરેશાની અને સંકટોનું મુખ્ય કારણ હોવાનું પણ ધાર્મિક ગ્રંથોમાં માનવામાં આવે છે. જેમાં રોજની દિનચર્યા સાથે પણ નાતો છે. જો આવું કરવામાં ન આવે તો અનેક સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. ઉપરાંત મા લક્ષ્મી ગુસ્સે થઈ જવાથી આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડે તેવી નોબત આવી શકે છે.

ઊંઘની દરેક સમસ્યાને કહી દો GOOD NIGHT: આ ઉપાયથી કોઈ દવા વગર દૂર થઈ જશે  પ્રૉબ્લેમ | sleepless night follow this remedy and say good night to this  problem anidra

સૂર્યોદય સમયે ઊંઘમાંથી ઉઠી જવું શુભ
ધાર્મિક ગ્રંથોની માન્યતા અનુસાર સૂર્યોદય સમયે અથવા તે પહેલા ઊંઘમાંથી ઉઠી જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સૂર્યોદય પછી ઉઠવામાં આવે તો દરિદ્રતા આવે તેવી પણ માન્યતા છે.

તમારા ઘરના નળમાંથી પણ સતત પાણી ટપકતું રહેતું હોય તો આજે જ કરાવી લો સરખું,  થઈ શકે છે આર્થિક નુકસાન | vastu tips for tap water leakage from tap of the  house

ઘરમાં પાણીનું ટપકવુ અશુભ
માન્યતા અનુસાર ઘરમાં નળ વાટે પાણી ટપકતું હોય તો તે અશુભ માનવામાં આવે છે જો આવું થતું હોય તો આર્થિક કટોકટી ઊભી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.

આ દિવસે દાઢી-વાળ કપાવવું માનવામાં આવે છે શુભ, મળે છે અપાર સંપત્તિ-સન્માન  અને સફળતા | Cutting beard and hair on this day is considered auspicious one  gets immense wealth honor and success


ત્યારે વાળ કાપવા આશુભ
ગુરૂવાર અને એકાદશીના દિવસે વાળ તથા નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે ગુરુવારે અને અકાદશીના દિવસે વાળા અને નખ કાપવામાં આવે તો માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને આર્થિક સંકટ ઉભો થાય છે.

  • ઘરની અંદર ખરાબ એટલે કે ભંગાર ઇલેક્ટ્રિક સામાન્યનો સંગ્રહ કરી રાખો પણ અશુભ માનવામાં આવે છે અને તેનાથી પણ ધનની નુકસાનીની શક્યતાઓ જોવા મળે છે.
  • સૂર્યાસ્ત બાદ દૂધ દહીં તથા પૈસા આપવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની લક્ષ્મી ચાલી જવાની પણ માન્યતા છે.
  • તે જ રીતે ઘરમાં તૂટેલી ચપ્પલ પણ અશુભ માનવામાં આવે છે. વધુમાં ઘરમાં ખરાબ કપડાં પણ રાખવા ન જોઈએ જેનાથી મા લક્ષ્મી નારાજ થાય તેવી માન્યતા છે.
  • એ જ રીતે ધનની દેવી મા લક્ષ્મીને સાફસફાઈ ખૂબ જ પ્રિય છે. જેથી જે ઘરે ધૂળ હશે. ત્યાં માતાજીની કૃપા વરસતી બંધ થઇ શકે છે.
  • હિન્દૂ માન્યતા અનુસાર ઘરમાં પૂજાપાઠનું ખૂબ જ મહત્વ હોય છે. આવું ન કરવાથી તમે દરિદ્ર થવાના ચાન્સ વધે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.) 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ