બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Vastadi-Chuda bridge collapsed, construction on walk in Rajkot

મહામંથન / વસ્તડી-ચુડાનો બ્રિજ ધરાશાયી, રાજકોટમાં વોકળા ઉપર બાંધકામ, દુર્ઘટના બની પણ જવાબદાર કોણ? અધિકારીઓની ખો વ્યવહાર ક્યારે થશે બંધ?

Vishal Khamar

Last Updated: 10:30 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ રાજકોટમાં સ્લેબ તેમજ સુરેન્દ્રનગરનો વસ્તડી બ્રિજ ધરાશાયી થતા હવે બ્રિજ બનાવનાર કંપનીઓની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. સૌથી મોટી વાતએ છે કે, બ્રિજ યોગ્ય બન્યો છે કે નહી તેની જવાબદારી એન્જીનીયરની છે. તો એન્જીનીયર સામે સૌ પ્રથમ કાર્યવાહી થવી જોઈએ તેવું લોકોનું માનવું છે.

આપણા વ્યક્તિગત કે જાહેર જીવનમાં આપણે એક શબ્દ વારંવાર સાંભળ્યો હતો અને હજુ પણ સાંભળી રહ્યા છીએ અને તે શબ્દ છે સરકારી ખાતુ. આપણે કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે એવું ઘણીવાર બોલીએ છીએ કે આમનું બધું સરકારી ખાતુ છે. જો આદર્શ સ્થિતિની વાત કરીએ તો આદર્શ સ્થિતિ એવી હોવી જોઈએ કે કોઈપણ સરકારી તંત્ર પોતાની જે આ રૂઢીગત છબી છે તેમાથી બહાર આવવા પ્રયાસ કરે. જેની સામે તદ્દન ઉલ્ટી પરિસ્થિતિ એવી છે કે સરકારી તંત્ર સુધરવાને બદલે દિવસે ને દિવસે ખાડે જતું હોય એવુ જ બને છે. 

  • સરકારી કામગીરીમાં કેવી પોલંપોલ ચાલે છે તેનું વધુ એક ઉદાહરણ
  • બે દુર્ઘટનાઓ એવી બની જેનાથી સરકારી કામગીરી સામે સવાલ ઉભા થયા
  • દુર્ઘટનાનો સાર એટલો જ હતો કે કોઈ વ્યક્તિગત જવાબદારી લેવા તૈયાર નથી

સુરેન્દ્રનગર અને રાજકોટ. સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો બ્રિજ ધરાશાયી થઈ ગયો. બ્રિજ કયા કારણોથી ધરાશાયી થયો તેની ચર્ચા તો કરીશું પરંતુ બ્રિજ ધરાશાયી થયા પછી જવાબદારીઓ એકબીજા ઉપર ઢોળવાનો જે સિલસિલો ચાલ્યો તે વધારે શરમજનક હતો. એક વિભાગ કહે છે કે અમે ચેતવણીના બોર્ડ મુક્યા હતા તો એક જવાબદાર વ્યક્તિ એવુ કહે છે કે આ જવાબદારી મારી નહીં પરંતુ બીજાની છે. ગામનો સરપંચ પણ બ્રિજની સ્થિતિ અંગે અવારનવાર ધ્યાન દોરે છે. પરંતુ બ્રિજની આજુબાજુ માત્ર બેરિકેટિંગ મુકીને સંતોષ માની લેવાય છે. 

  • જનતાના પ્રતિનિધિઓ પણ ગોળ-ગોળ જ જવાબ આપે છે
  • દુર્ઘટનામાં અજુગતું નથી બન્યું એવું કહીને જવાબદારો સંતોષ માને છે
  • સ્લેબ કે બ્રિજ પડી જાય પછી કોની જવાબદારી એ નક્કી જ નથી થતું

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે સ્લેબ ધરાશાયી થયો તેમા પણ અનેક ખુલાસાઓ સામે આવ્યા. ગંભીર ખુલાસો એ હતો કે આ સ્લેબ વર્ષો પહેલાના એક વોકળા ઉપર ઉભી કરી દેવાયો હતો અને જે રીતે સ્લેબ ઉભો કરાયો હતો તેમાં મહાપાલિકાએ મુકેલી શરતનું પાલન નહતું થતું. અહીં પણ એવુ જ થયું કે જેમાં અંતિમ જવાબદારી કોની તે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધી તો નક્કી થયું જ નથી. આજના મહામંથનનો પાયાનો પ્રશ્ન એટલો જ છે કે નબળું બાંધકામ જો ધરાશાયી થઈ જાય અને તમામ જવાબદારો જો બેજવાબદારો જેવું જ વર્તન કરે તો આવા બેજવાબદારોની જવાબદારી આખરે લેશે કોણ?

  • વસ્તડી-ચુડાનો પુલ તૂટવા મુદ્દે સરપંચ ઘનશ્યામ ગોહિલે ગંભીર આક્ષેપ કર્યા
  • 40 થી 50 જેટલા ઓવરલોડ વાહનો અહીંથી પસાર થતા હતા
  • એક વર્ષ પહેલા જવાબદારોને રજૂઆત કરી હતી

સુરેન્દ્રનગરમાં શું બન્યું?
સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો બ્રિજ ધરાશાયી થયો હતો. વસ્તડીનો બ્રિજ 110 ગામને જોડતો હતો. બ્રિજ જર્જરીત હોવાથી ધરાશાયી થયો હતો.બ્રિજ ઉપરથી પસાર થતું ડમ્પર નદીમાં ખાબક્યું હતું.  ચાર લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. 

સરપંચના આક્ષેપ શું હતા?
વસ્તડી-ચુડાનો પુલ તૂટવા મુદ્દે સરપંચ ઘનશ્યામ ગોહિલે ગંભીર આક્ષેપ કર્યા છે.  40 થી 50 જેટલા ઓવરલોડ વાહનો અહીંથી પસાર થતા હતા. એક વર્ષ પહેલા જવાબદારોને રજૂઆત કરી હતી. હેવી લોડ વાહનો ચાલતા હોવાથી ગ્રામજનોએ પણ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ અનેકવાર વાહન અટકાવ્યા હતા. અને 6 મહિના પહેલા બેરિકેટિંગ કરાયું હતું.

આખરે જવાબદારી કોની?

રોયલ્ટી ઈન્સ્પેક્ટર

  • હેવી લોડ ધરાવતું ડમ્પર જપ્ત કરીને સંતોષ માન્યો

ડેપ્યુટી ઈજનેર R&B વિભાગ

  • ચેતવણીના બોર્ડ મુક્યા હતા
  • ચેતવણીના બોર્ડની વિભાગીય કચેરીને જાણ કરી હતી
  • વિભાગીય કચેરી પોલીસ અને કલેક્ટરને જાણ કરે છે

કલેક્ટર, સુરેન્દ્રનગર

  • ઓવરલોડ વાહન ન પ્રવેશે તેની જવાબદારી RTOની

ધારાસભ્ય, વઢવાણ

  • જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે
  • ભગવાનની દયાથી કોઈ જાનહાની ન થઈ

પ્રાંત અધિકારી

  • ભારે વાહનો ઉપર પ્રતિબંધના બોર્ડ મુક્યા હતા

રાજકોટમાં શું બન્યું?
રાજકોટના સર્વેશ્વર ચોક પાસેનો સ્લેબ ધરાશાયી થયો. દુર્ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે સ્લેબ ધસી પડ્યો તે વોકળા ઉપર બનાવવામાં આવ્યો હતો.  વોકળાને લીધે બાંધકામ નબળું પડ્યું અને અંતે દુર્ઘટના બની. હંમેશની જેમ આ કિસ્સામાં પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો હતો. છેલ્લી જવાબદારી કોની તે નક્કી થઈ શક્યું નથી.  સિટી ઈજનેરને પૂછવામાં આવ્યું તો કહ્યું કે બાંધકામ અંગે ખ્યાલ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ