બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / varun chakravarthy out of team india for 2 years took 4 wickets against rcb in ipl 2023

ક્રિકેટ / 2 વર્ષ અગાઉ અપમાનિત કરી ટીમ ઈન્ડિયામાંથી આ પ્લેયરને કર્યો હતો OUT, આજે છે ખૂંખાર ફાસ્ટ બોલર

Arohi

Last Updated: 11:35 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Varun Chakravarthy IPL 2023: કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023માં ચેમ્પિયન ટીમો જેવી વાપસી કરી છે. તેણે પોતાના બીજા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનથી હરાવ્યું. કેકેઆરની તરફથી મિસ્ટ્રી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ તેમની વાપસી સરળ ન હતી. 2 વર્ષ પહેલા ખરાબ પ્રદર્શનના કારણે તેમને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમની ફિટનેસને લઈને પણ ઘણા સવાલ ઉભા થયા હતા.

  • કોલકાતાની IPL 2023માં શાનદાર વાપસી 
  • બેંગ્લોરને 81 રનથી હરાવ્યું
  • કોલકાતાના મિસ્ટ્રી બોલરનું શાનદાર પ્રદર્શન 

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023માં ચેમ્પિયન ટીમની જેમ વાપસી કરી છે. 2 વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ KKRએ પોતાના બીજા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનથી હરાવી. KKRએ પહેલા રમતા 204 રન બનાવ્યા. જવાબમાં આરસીબીની ટીમ 123 રન પર જ આઉટ થઈ ગઈ. 

વરૂણ ચક્રવર્તીએ લીધી 4 વિકેટ 
મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીએ 4 વિકેટ લઈને KKRની જીતમાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે. RCBના શરૂઆતી 5 વિકેટ વરૂણ ચક્રવર્તી અને ઓફ સ્પિનર સુનીલ નરેને જ લીધી. 

આ ટીમ અંત સુધી આગળ ન આવી શકી. RCBના 4 બેટ્સમેન બોલ્ડ પણ થયા. વરૂણને લાંબા સમયથી વાપસીની રાહ હતી. 2021 ટી20 વર્લ્ડ કપ બાદથી તે ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યા છે. 

ટીમમાંથી વરૂણને કરવામાં આવ્યો હતો બહાર 
IPLમાં સારૂ પ્રદર્શન કરનાર 31 વર્ષના વરૂણ ચક્રવર્તીને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આઈસીસી ટૂર્નામોન્ટમાં સારૂ ન હતુ રહ્યું. 

આ કારણે વરૂણને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેના ફિટનેસને પણ મુદ્દો બનાવવામાં આવ્યો. તે યો-યો ટેસ્ટ પણ પાસ ન હતો કરી શક્યો. 

આવું રહ્યું ઈન્ટરનેશનલ કરિયર 
વરૂણ ચક્રવર્તીના ટી20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તે 6 મેચમાં ફક્ત 2 જ વિકેટ લઈ શકે છે. તેમના ઓવરઓલ ટી20 કરિયરની વાત કરવામાં આવે તો તેમણે 56 મેચમાં 56 વિકેટ લીધી છે. 20 રન આપીને 5 વિકેટ બેસ્ટ પ્રદર્શન છે. ઈકોનોમી 7થી ઓછી છે. 
 
IPLમાં આવું હતું પ્રદર્શન 
RCBના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીએ 8મી ઓવરમાં 2 મોટા વિકેટ પોતાના નામે કર્યા. બીજા બોલમાં તેમણે ગ્લેન મેક્સવેલને તો ચોથા બોલમાં હર્ષલ પટેલને બોલ્ડ માર્યો. મેક્સવેલે 5 તો હર્ષલ ખાતુ જ ન હતો ખાલી શક્યો. તેમણે આકાશદીપની વિકેટ લઈને આરસીબીની ઈનિંગને સમેટી લીઘી. 

15 રન આપ્યા 
વરૂણ ચક્રવર્તીએ 3.4 ઓવરમાં ફક્ત 15 રન આપ્યા અને 4 વિકેટ લીધી હતી. તેમના ઉપરાંત યુવા લેગ સ્પિનર સુયશ શર્માએ 3 અને ઓફ સ્પિનર સુનીલ નરેને પણ 2 વિકેટ લીધી. કેકેઆરની ટીમ ટી20 લીગના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ